Western Times News

Gujarati News

ડ્રાફટ ટી.પી. મંજૂર થયાના એક વર્ષમાં જ ફાઈનલ ટી.પી. થઈ જાય તે જરૂરીઃ સીએમ પટેલ

મહાનગરોમાં ટાઉન પ્લાનીગ સ્કીમની યોજનાઓ અને જાહેર સુવિધાના કામો ઝડપથીપુર્ણ કરવા કમીશનરોને મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર, ટી.પી. સ્કીમ શકય તેટલી ઝડપથી પુર્ણ કરી ઝીરો પેન્ડસી લક્ષ્યાંક માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાનગરોના કમીશ્નરોની તાકીદ કરી છે. તે સાથે ડ્રાફટ ટી.પી. મંજુર થયાના એક વર્ષમાં જ ફાઈનલ ટી.પી. થઈ જાય તે જરૂરી છે.હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ૮ મહાનગરોમાં ટાઉન પ્લાનીગ સ્કીમ સહીતની યોજના અંગે સીએઅમ પટેલે મહાનગરોમાં કમીશ્નરો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. ડ્રાફટ ટી.પી. થી ફાઈનલ ટી.પી. સુધીની જે સમસ્યા કે મુશ્કલી આવે છે.

તેનું સત્વરે નિવારણ લાવવાની માનસીકતા કેળવાય અને તે માટેનું મિકેનીઝમ ઉભું કરવા જણાવ્યું હતું. સીએમ પટેલે તમામ મહાનગરોની ટાઉન પ્લાનીગ સ્કીમમાં માળખાકીય સુવિધા સહીત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટેની આવાસ યોજના જાહેર સુવિધાના કામો સમય મર્યાદામાં પુરા કરવા તાકીદ કરી હતી. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચીવ મુકેશ કુમારે બેઠકમાં તમામ ૮ મહાનગરોની ટી.પી. સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાની સ્થિતીની જાણકારી આપતી વિગતો પ્રેઝન્ટેશનમાં રજુ કરી હતી. તે મુજબ મહાનગરોમાં કુલ ૮૭પ ટીપી સ્કીમ બનાવાયેલો છે.

તેમાંથી ૪૦૦થી વધુ પબ્લીક ડોમેઈનલમાં મુકી દેવાઈ છે. આ વર્ષના અંત સુધીમાં બાકી ૪૭પ ટીપી પબ્લીક ડોમેઈનમાં મુકવા કામગીરી ચાલી રહી છે. પ્રેઝન્ટેશનમાં એ બાબત જણાવાઈ હતી કે સરકારે શરૂ કરેલીઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમમાં અત્યાર સુધી ૧.પ૦ લાખ અરજી મંજુર થઈ છે. અમદાવાદમાં ૧ જાન્યુઆરી-ર૦ર૩થી ઓનલાઈન બી.યુ. પરમીશનનો પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે. તેની સફળતાનું મુલ્યાંકન કરી આગામી સમયમાં તેનો અન્ય મહાનગરોમાં પણ અમલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.