પિતાશ્રી બ્રહ્મા બાબાના ૫૪ માં સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ શાંતિ સપ્તાહનો પ્રારંભ

વિશ્વના ૧૪૦ દેશોના ૮૯૦૦ સેવા કેન્દ્ર પર સર્વ બ્રહ્માંડ પૃથ્વી માનવ આત્મની શાંતિ માટે વિશેષ રાજ યોગા તપસ્યા થશે
(પ્રતિનિધિ) પાલનપુર, વિશ્વની મહિલા સંચાલિત સૌથી મોટી અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આદ્ય સ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબા ના ૫૪ માં સ્મૃતિ દિવસ નિમિત વિશ્વભરના સેવા કેન્દ્રો પર સમગ્ર વૈશ્વિક બ્રહ્માંડ પૃથ્વી જળ સ્થળ માનવ આત્મન શાંતિ માટે”વિશ્વ શાંતિ સપ્તાહ”નો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવેલ છે.
પરમાત્મા શિવજીના વૈશ્વિક મહા પરિવર્તનના સત્કાર્ય માટે ભારત પર દૈવી સંસ્કૃતિની સ્થાપના માટે પ્રારંભ શિવ શક્તિ સંચાલિત બ્રહ્માકુમારીઝ ની સ્થાપના ભગવાન શિવ પિતાએ બ્રહ્મા બાબા દ્વારા ૧૯૩૭ થી કરેલ પોતાની ગહન રાજયોગ તપસ્યા દિવ્યતા પવિત્રતાની અવસ્થા પ્રાપ્ત કરી નારી શક્તિ અધ્યાત્મ સશક્તિકરણના એકમાત્ર ઘડવૈયા બ્રહ્મા બાબાએ પોતાની અધ્યાત્મ સંપન્ન અવસ્થા પ્રાપ્ત કરી ૧૯૬૯ માં ૧૮ જાન્યુઆરીએ પોતાના દેહનો ત્યાગ કરી વિશ્વની વિશાળ સેવાર્થે પ્રસ્થાન કરેલ.
પિતાશ્રીજીના વિશ્વ શાંતિ સદભાવ આત્મીય સ્નેહ અને વિશ્વ બંધુત્વની ભાવનાને સાકાર કરવા બ્રહ્માકુમારીઝ નું કાર્ય વિશાળ વટ વૃક્ષ સમાન આજે ૧૪૦ દેશોમાં ભારતીય અધ્યાત્મજ્ઞાન રાજયોગના માધ્યમ દ્વારા થઈ રહેલ છે. ત્યારે બ્રહ્મા બાબાના ૫૪ માં સ્મૃતિ દિવસ ૧૮ જાન્યુઆરી નિમિત્તે તા-૧૩ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી”વિશ્વભરના તેના સેવા કેન્દ્ર પર લાખો બ્રહ્માકુમાર ભાઈ બહેનો ગહન રાજ યોગા તથા પોતાની દિવ્યતા પવિત્રતાની શક્તિથી સર્વ બ્રહ્માંડની શાંતિ માટે સપ્તાહ ભર સવારે ૪ વાગ્યાથી રાત્રી ૧૦ વાગ્યા સુધી મૌન રહી શાંતિ સાધના કરશે.
આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે આજે દાદી રતન મોહિનીજી દ્વારા વિશ્વ શાંતિ સપ્તાહ નો પ્રારંભ થયેલ છે. જેમાં વિશ્વના અનેક દેશોના ૨૦ હજાર બ્રહ્મા કુમાર ભાઈ બહેનો રાજયૉગ તપસ્યામાં જાેડાયેલ જાન્યુઆરી”વિશ્વ શાંતિ દિવસ”તરીકે મનાવાસે આ પ્રસંગે દાદીજીએ માનવ માત્રને શાંતિની શક્તિ પોતાનામાં સ્થાપિત કરવા વિશેષ રાજ યોગા તથા ઈશ્વરીયા જ્ઞાનને ધારણ કરવા અનુરોધ કરેલ છે. ગુજરાતના તમામ સેવા કેન્દ્રો પર યૉગ તપસ્યા પ્રારંભ થયેલ છે.