Western Times News

Gujarati News

રાણીપુરા ગામના ખેડૂતોએ ભારત સરકારના ઔષધીય અને સગંધીય પાક સંશોધન કેન્દ્રની બોરીયાવી ખાતે મુલાકાત લીધી

(પ્રતિનિધિ) ભરૂચ, વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે પરંપરાગત ખેતીમાં કેળ શેરડી કપાસ ધાન્ય તથા શાકભાજી તરફ ખેડૂતો વધુ ધ્યાન આપતા હોય છે.પરંતુ ઔષધીય અને સગંધિત પાકોની ખેતી બાબતે વર્તમાન સમયમાં ખેડૂતોને ખૂબ ઓછું જ્ઞાન અને માહિતી ધરાવતા હોય છે.

ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝના સીએસઆર એક્ટિવિટી હેઠળ આરતી ફાઉન્ડેશન દ્વારા ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન સાથે જાેડાણ કરી ખેડૂતો ને અધતન ખેતી બાબતે માહિતી મળે તથા ખેડૂતોને તેમના પરંપરાગત પાકો ઉપરાંત અન્ય ઔષધીય તેમ જ સગંધીય પાકોની ખેતી બાબતે માહિતી મેળવી તેના તરફ પણ વળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

ઝઘડિયા તાલુકાના રાણીપુરા તથા પાદરા તાલુકાના કરખડી ગામના ૮૦ થી વધુ ખેડૂતોને આરતી ફાઉન્ડેશન તથા ફાર્મ બ્રિજ ફાઉન્ડેશન દ્વારા આણંદ જિલ્લાના બોરીયાવી ખાતે આવેલા ભારત સરકાર ના ઔષધીય અને સગંધીય પાકની ખેતી તેનો વેપાર,વિકાસ ની બાબતે એક સંવેદીકરણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં ખેડૂતોને માર્ગદર્શન તેમજ ફિલ્ડમાં પાકો ને જાેવાની તક ઉપલબ્ધ થઈ હતી. આ પ્રસંગે રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર સુધાંશુ કુમારે જણાવ્યું હતું કે આપણા દેશમાં ૮ હજાર જેટલા મેડિસનલ પ્લાન્ટ છે,વિશ્વમાં મેડિકલ બેઝ પ્લાન્ટ નો હર્બલ બિઝનેસ આશરે ૧૩૦ બિલિયન યુએસ ડોલર છે.

ભારતમાં ૧૦ હજાર કરોડ નો હર્બલ બિઝનેસ છે,એરોમેટિક નો બિઝનેસ ૩૦ હજાર કરોડનો ફક્ત ભારત પાસે છે.ફક્ત ગુજરાતમાં ઈસબગુલ નો ૧ હજાર કરોડનો બિઝનેસ છે અને ભારત દ્વારા સૌથી વધુ નિકાસ તેની કરવામાં આવે છે.રિસર્ચ સેન્ટર બોરીયાવી ડો.નાગરાજ રેડ્ડી એ જણાવ્યું હતું કે ખેતી માં ખેતીની માફક નહીં પરંતુ વેપારની દ્રષ્ટિએ કામ કરવું જાેઈએ,ખેડૂત દ્વારા કરવામાં આવેલ ઉત્પાદન કેવી રીતે બજાર સુધી પહોંચે તે અતિ મહત્વનું છે તેમ તેમણે જણાવ્યું હતું.ફાર્મ બ્રિજ ફાઉન્ડેશનના રાજેશ દવે જણાવ્યું હતું કે ખેતી કેવી રીતે સુદ્રઢ બને તેનું જ્ઞાન અને માહિતી હંમેશા મેળવતું રહેવું જાેઈએ.

પહેલાના સમયમાં ખેતી ટોપ પર હતી ત્યારબાદ ડાઉન થઈ છે પરંતુ ઇતિહાસ દોહરાશે અને ફરીથી ખેતી ટોપ પર આવશે, કુદરતે આપણને સારૂ હવામાન આપ્યું છે જેથી તેને ઉદ્યોગ તરીકે લઈએ તો ખેતી ટોપ પર જઈ શકે છે.ખેતી કરવા માટે જ્ઞાન વિજ્ઞાન તાંત્રિક અને સંગઠન ખૂબ જરૂરી છે.ખેતીને તેના અલગ અલગ ડાયમેન્શન થી જાેવી પડશે, પરંપરાગત ખેતી સાથે સાથે આધુનિક ખેતી જેવી કે ઔષધીય અને સગંધીય પાકના ખેતીના વેપાર, વિકાસ સંભાવના તરફ ધ્યાન દોરી ખેતી કરવી પડશે તેમ જણાવ્યું હતું. રાણીપુરા કરખડીના ખેડૂતો એ તેમને ખુબ રસપ્રદ આયુર્વેદિક સગંધીય પાકોની ખેતીની માહીતી મળી તેવો ભાવ પ્રગટ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.