Western Times News

Gujarati News

આ રીતે કરવામાં આવ્યો વપરાયેલા પાણીનો નિકાલ BAPS પ્રમુખ સ્વામી નગરમાં

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં મુખ્યત્વે રસોઇમાં વપરાયેલું, સંડાસ-બાથરૂમમાં વપરાયેલું પાણી વેસ્ટ વોટર તરીકે નિકળે છે. આ પાણીનો નિકાલ અમદાવાદ મહાનગર પાલિકાની ટીપી સ્કીમ અંતર્ગત આવતી ડ્રેનેજની લાઇનમાં નિકાલ કરવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે 600 એકરની આ નગર રચનામાં ક્યાંય પણ ખુલ્લામાં વપરાયેલું પાણી છોડવામાં આવતું નથી. પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તે માટે આખા નગરમાં ગટર લાઇનો બીછાવવામાં આવી છે.

  • મળયુક્ત પાણી કે યુરીનયુક્ત પાણીની ગુણવત્તા સુધારવા માટે નિયત કરાયેલ પોઇન્ટ પર ગટરમાં બાયોક્લોન (BD)નું મિશ્રણ કરવામાં આવે છે. જેનો ફાયદો એ થાય છે કે, નગરના વિવિધ ટોયલેટ બ્લોક્સમાંથી નિકળેલ ગંદુ પાણી મુખ્ય ગટર સુધી પહોંચતા સામાન્ય પાણી બનવાની પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યું હોય છે.
  • કચરાના નિકાલની વ્યવસ્થા
  1. ઘરેલું કચરો અને અન્ય કચરો – અમદાવાદ મહાનગર પાલિકામાં જાય છે
  2. ફૂડ વેસ્ટ – ભીનો, કોરો કચરો (એંઠવાડ, શાકભાજીની છાલ વિગેરે) – નગરમાં જ ખાતર બનાવવામાં આવે છે.
  3. મેડિકલ વેસ્ટ – GPCB દ્વારા નિયત કરેલ એજન્સીને આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજ નગરના 600 એકરમાંથી એકત્રિત કરવા અને એકત્રિત થયેલા કચરાને અલગ અલગ કરવા માટે ખાસ સ્વયંસેવકોની ટીમ ઉભી કરવામાં આવી છે. જે સ્વયંસેવકો તમામ પ્રકારના કચરાને અલગ અલગ કરીને નિયત કરેલ વ્યવસ્થા મુજબ નિકાલ કરે છે.

આ ઉપરાંત સમગ્ર નગરમાં ભીનો અને સુકો કચરો પહેલાથી જ અલગ થાય તે માટે દરેક સ્થળે લીલા અને ભુરા રંગની કચરાપેટીઓ મુકવામાં આવેલ છે. અને મુલાકાતીઓ અને સ્વચ્છતા વિભાગને સ્વયંસેવકોને કચરાના નિકાલની સંપૂર્ણ જાણકારી ફ્લોચાર્ટ દ્વારા આપવામાં આવી હોવાથી પહેલાથી જ વર્ગીકૃત થઇને જ કચરો એકત્ર થતો હોય છે.

  • પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ

સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી ઇચ્છતી સમગ્ર દુનિયા માટે સૌથી ગંભીર વિષય પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટેનો છે. આવામાં, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો સંપૂર્ણ અભિગમ રાખવામાં આવ્યો છે. સરકારના નિમયોનુસાર આખા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ક્યાંય પણ સીંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક બોટલ ડિસ્પોઝલ મશીન પણ રાખવામાં આવ્યું છે. જેનાથી તેનો સુચારુ નિકાલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.