Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાવરફુલ છે શાહિદ કપૂરની વેબ સિરીઝ ફર્ઝીનું ટ્રેલર

મુંબઈ, કબીર સિંહ, જબ વી મેટ અને વિવાહ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યા બાદ શાહિદ કપૂર ર્ં્‌્‌ની દુનિયામાં પ્રવેશવા માટે તૈયાર છે. તે ડાયરેક્ટર રાજ એન્ડ ડીકેની વેબ સિરીઝ ‘ફર્ઝી’માં જાેવા મળશે. આ શૉનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે અદ્ભુત છે.

શાહિદ ઉપરાંત તેમાં સાઉથનો ફેમસ એક્ટર વિજય સેતુપતિ પણ છે. આ ટ્રેલરનો પહેલો સીન શાહિદ કપૂરથી શરૂ થાય છે, એક સંવાદ સંભળાય છે, ‘પૈસાથી સુખ ખરીદી શકાતું નથી, માત્ર એ લોકો જ કહે છે જેની પાસે પૈસા નથી…’. આ સિરીઝમાં એક મધ્યમ વર્ગના છોકરાની વાર્તા દર્શાવવામાં આવી છે જે ઘણા પૈસા કમાવા માગે છે, પરંતુ તે નકલી નોટો છાપવાનું શરૂ કરે છે.

શું તે આ માર્ગે સફળતાના શિખરે પહોંચશે? આ વેબ શૉ તમે Amazon Prime Video પર જાેઈ શકો છો. જે ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સ્ટ્રીમ થશે. બોલિવૂડની અપકમિંગ ફિલ્મ શહઝાદાનું ટ્રેલર આવી ગયું છે. જે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ Ala Vaikunthapurramulooની રીમેક છે.

ડિરેક્ટર રોહિત ધવનની આ ફિલ્મ શહઝાદામાં એક્ટર કાર્તિક આર્યન, ક્રિતિ સેનન, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, રોનિત રોય મુખ્ય રોલમાં જાેવા મળશે. ‘શહઝાદા’ ફિલ્મ તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ ‘શહઝાદા’માં એક્ટર કાર્તિક આર્યન એક્શન પેક્ડ રોલમાં જાેવા મળી રહ્યો છે. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ મિશન મજનુનું ટ્રેલર આવી ગયું છે.

‘મિશન મજનુ’ નામની આ સ્પાય થ્રિલર ફિલ્મના ડિરેક્ટર શાંતનુ બાગચી છે અને આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા રૉ ફીલ્ડ ઓફિસરના રોલમાં જાેવા મળશે. ‘મિશન મજનુ’માં એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય રશ્મિકા મંદાના, શરીબ હાશ્મી, ઝાકિર હુસૈન, કુમુદ મિશ્રા, અર્જન બાજવા અને રાજિત કપુર મહત્વના રોલમાં જાેવા મળશે.

આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. ફિલ્મ છત્રીવાલીનું ટ્રેલર આવી ગયું છે. ‘છત્રીવાલી’માં રકુલપ્રીત સિંહ, સુમિત વ્યાસ, સતીશ કૌશિક, રાજેશ તૈલાંગ મુખ્ય રોલમાં જાેવા મળશે. ‘છત્રીવાલી’ના ડિરેક્ટર તેજસ દેઓસકર છે અને તે તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં સેક્સ એજ્યુકેશન પર વાત કરવામાં આવી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers