Western Times News

Gujarati News

વાપી ખાતે બાકી રહેલા વિકાસનાં કામો જલ્દી પૂર્ણ કરવા સુચના

(તસ્વીરઃ અશોક જાેષી) ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં એમની ગાંધીનગરની ઓફિસ ખાતે, વાપીના વિવિધ કામો જેવા કે રોડ, ઓવરબ્રિજ, વાપી હાઈવેના બલીઠા, મોરાઇ, બગવાડા, કરમબેલી, જે-ટાઈપ, વાપી રેલવે બ્રિજ

અને ફૈંછ ચાર રસ્તાથી કરવડ સુધી ઇઝ્રઝ્ર રોડનું કાર્ય અને ગોવિંદા થી બલીઠા સુધી ઇઝ્રઝ્ર ગટરનું કાર્ય કરનાર દરેકે દરેક વિભાગીયના અધિકારીઓ અને દરેક વિભાગના કોન્ટ્રાકટરોને બોલાવી એમની સાથે રૂબરૂ ચર્ચા વિચારણા કરવામાં આવી, અને જેમ બને એમ ઝડપથી કાર્ય કરવા તમામને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નેશનલ હાઇવે ના પ્રાદેશિક અધિકારી શ્રી એન.એન.ગીરી અને આર એન્ડ બી ના સચિવ શ્રી એસ.બી.વસાવા, ગુજરાત સરકારના નેશનલ હાઇવે ના ચીફ એન્જિનિયર અને આર એન્ડ બી ના એડિશનલ સેક્રેટરી શ્રી એચ.સી.મોદી, આર એન્ડ બી ના સુપ્રીટેન્ડિંગ એન્જિનિયર વસાવા – સુરત, સ્ટેટ હાઈવેના આશિષ ચૌહાણ અને હેમાબેન તથા વાપી, કરવડ,

મોટાપોંઢા અને ખાનપુર રોડ તથા વાપી-દમણ, જે-ટાઈપ, બગવાડા, બલીઠા અને મોરાઇ ફ્લાયઓવર તેમજ છરવાડા અને ટુકવાડાનો રોડ અંડરપાસનું કાર્ય કરનાર એજન્સીના સંબંધિત અધિકારીઓ, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફૈંછ) ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ,

માનદ મંત્રી અને વાપી નોટીફાઈડ એરિયાના ચેરમેન તેમજ વાપી ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, ફૈંછ ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર અને વી.જી.ઈ.એલ.ના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ કાબરિયા અને ફૈંછ ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી મિલનભાઈ દેસાઈ તથા ફૈંછ ની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન અને નોટીફાઈડ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.