Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભરૂચ જીલ્લામાં પતંગની દોરીથી ગળું કપાતા ૮ વર્ષીય બાળકનું મોત

અંગારેશ્વર ગામ નજીક એકટીવા ચાલક યુવતીનું ગળુ કપાતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાઈ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) વાસી ઉત્તરાયણની સમી સાંજે ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની મૌસમ ચોકડી નજીકથી એક દંપતી ટુ-વ્હીલર ઉપર બાળકને આગળ બેસાડીને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક પતંગની દોરી બાળકના ગળા ઉપર પડતા ગળાના ભાગે પતંગની દોરી નો મોટો ઘસારો લાગતા તે લોહી લુહાણ બન્યો હતો અને તેનું મોત થયું હતું.

જ્યારે અંગારેશ્વર નજીક પણ એકટીવા ચાલક પતંગની દોરીમાં આવી જતા તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની મૌસમ ચોકડી નજીક તેના પિતા તેના આઠ વર્ષના બાળકને પોતાની બાઈક ઉપર આગળ બેસાડી તેની બહેનને ત્યાં જઈ રહ્યા હતા તે દરમ્યાન જાહેર માર્ગ ઉપર થી પસાર થતી વેળા અચાનક પતંગની દોરી તેઓના બાળકના ગળા ઉપર પડતા પતંગની દોરીનો ઘસારો ગળા ઉપર લાગતા ગળું કપાઈ ગયું હતું

અને બાળક લોહીથી લથપથ થયો હતો જેને ૧૦૮ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે પતંગની દોરીથી ગંભીર રીતે ગવાયેલા આઠ વર્ષના માસુમ બાળક ક્રીસ વિષ્ણુ વસાવાને મરણ જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામ નજીક પણ એકટીવા ચાલક ધરતીબેન કિરણસિંહ રાઠોડ પોતાની ગાડી લઈને પસાર થઈ હતી ત દરમ્યાન તેની ઉપર પતંગની દોરી પડતા તેને ગળાના ભાગે ઘસારો લાગતા તેનું ગળું કપાયું હતુંં.જેના કારણે તેણીએ સ્ટુયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ ઉપર પટકાઈ હતી અને તેણીન પણ ૧૦૮ મારફતે સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં તેની તબિયત સુધારા પર હોવાની માહિતી સાંપડી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers