Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સ્પેક દ્વારા નરસંડા ગામ મુકામે NSSની વાર્ષિક શિબિર સંપન્ન

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા રાષ્ટ્રીય સમાજ સેવા યોજનાના બેનર હેઠળ નરસંડા ગામ મુકામે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનું આયોજન સંસ્થાના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. જુલી પટેલ તેમજ કાર્યકારી આચાર્ય  ડો.નિરવ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ શિબિરના સમાપન કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડો. મુકેશ જોશી (પ્રોફેસર, આણંદ આર્ટસ કોલેજ,આણંદ) કપીલાબેન હરીજન (સરપંચ), હીરુભાઇ પટેલ (ઉપસરપંચ). ભીખાભાઈ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, વિજયભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ, જીગ્નેશભાઇ પટેલ, કૌશીકાબેન પટેલ, નલીનભાઈ પટેલ,

શીતલ પટેલ (સેક્રેટરી,સ્પેક કેમ્પસ), ડો. નિરવ ત્રિવેદી (કાર્યકારી આચાર્ય, એસ.પી.સી.એ.એમ.) તેમજ ગામના અગ્રણી સભ્યો તેમજ કોલેજના કર્મચારીગણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડો. મુકેશ જોશી દ્વારા “રાષ્ટ્રીય સમાજ સેવા” પર પ્રસંગોચિત ઉદબોધન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ શિબિરમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે યોગા, સ્વચ્છતા અભિયાન, પ્રભાતફેરી, બ્લડ ડોનેશન કેમ્પ, સ્કૂલની કીટનું  વિતરણ, કેમ્પ ફાયર, વૃક્ષારોપણ, સ્નેક અવેરનેસ, રમત-ગમત સ્પર્ધા, નુક્કડ નાટક, નારી શક્તિ સર્વે, જનરલ હેલ્થ ચેક-પ કેમ્પ, અતિથી વ્યાખ્યાન તેમજ  કપડાં વિતરણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ તમામ પ્રવુત્તિઓમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ  જૈમિન  પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ,  ભાવિન પટેલ  તથા ડાયરેક્ટરશ્રી ડો. નિરવ ત્રિવેદી દ્વારા પ્રોગ્રામ ઓફિસર તેમજ સ્વંયસેવક મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers