Western Times News

Gujarati News

માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીંઃરાહુલ ગાંધી

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસની ઓફિસ નહીં જાય. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે દેશની તમામ સંસ્થાઓ પર RSS અને ભારતીય જનતા પાર્ટીનું નિયંત્રણ છે અને દાવો કર્યો છે કે દેશના મીડિયા, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પર દબાણ છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસ ઓફિસ નહીં જાય. તેમણે કહ્યું કે, હું ક્યારેય RSS કાર્યાલય જઈ શકતો નથી. એ માટે તમારે મારું માથું કાપી નાખવું પડશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ વરુણ ગાંધીની વિચારધારાને સ્વીકારી શકતા નથી.

વરુણ ગાંધી કોંગ્રેસમાં જાેડાવા કે ભારત જાેડો યાત્રામાં જાેડાવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, વરુણ ગાંધી ભાજપમાં છે. મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારા પરિવારની એક વિચારધારા છે. તેમણે કહ્યું, વરુણે તે વિચારધારાને પોતાની બનાવી હતી. હું વરુણને ગળે લગાવી શકું છું પણ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી.પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પંજાબનું શાસન દિલ્હીથી નહીં પરંતુ પંજાબથી ચાલવું જાેઈએ.

રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશની સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા નિયંત્રિત છે. ભગવંત માન અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પંજાબના મુખ્યમંત્રીને કહ્યું હતું કે પંજાબને પંજાબમાંથી જ ચલાવી શકાય છે. ગાંધીએ કહ્યું, આ એક ઐતિહાસિક હકીકત છે. જાે તેને દિલ્હીથી ચલાવવામાં આવશે તો પંજાબના લોકો તેને સ્વીકારશે નહીં.તેમણે આરોપ લગાવ્યો કે, આજે તમામ સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીનું નિયંત્રણ છે. તમામ સંસ્થાઓ પર દબાણ છે.

પ્રેસ દબાણમાં છે, અમલદારશાહી દબાણમાં છે, ચૂંટણી પંચ દબાણમાં છે, તેઓ ન્યાયતંત્ર પર પણ દબાણ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, લડાઈ એક રાજકીય પક્ષની બીજા રાજકીય પક્ષ સાથે નથી. હવે લડાઈ દેશની સંસ્થાઓ (જેને તેઓએ કબજે કરી છે) અને વિપક્ષો વચ્ચે છે. તેમણે દાવો કર્યો કે દેશમાં હવે સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાઓ ગાયબ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.