ખેડા તાલુકામાં દોરી નિકાલ કાર્ય કરવામાં આવ્યું

(માહિતી) નડિયાદ, જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ. બચાણીની પતંગની દોરીના નિકાલ અંગેની અપીલના અનુસંધાને પક્ષીઓના હિતને ધ્યાનમાં રાખતા ખેડા મામલતદારશ્રીની આગેવાનીમાં સરકારી કચેરીઓના મકાનોમાં ફસાયેલી પંતગની દોરીનો નિકાલ કરવામાં આવ્યો. આ કાર્યમાં મામલતદાર કચેરી, પોલિસ વિભાગ, નગરપાલિકા સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ અને શહેરના જાગૃત નાગરીકોએ જાેડાઈને મોટા જથ્થામાં આવી દોરીઓને એકત્રિત કરી તેનો નાશ કર્યો હતો.
જિલ્લાના તમામ જીવોની સુખાકારી માટે હર હમેશ ચિંતિત જિલ્લા કલેક્ટર શ્રી બચાણીએ પક્ષીઓને માળા બનાવવામાં કોઈ તકલીફ ન પડે અને ભૂલથી પણ કોઈ પક્ષી પતંગ કે દોરાના ગુંચડામાં ફસાય નહિ તેની કાળજી લેતા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને તેમની આસપાસના ઝાડ, રસ્તા, એપાર્ટમેન્ટ, ગલી, મહોલ્લાઓમાં પડી રહેલ દોરીઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતો.
ઉલ્લેખનીય છે કે ઉતરાયણ તહેવાર પછી આ પ્રકારની લટકતી દોરીઓથી ખાસ કરીને દ્વી-ચક્રી વાહન ચાલકો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પણ ઈજા થવાનું જાેખમ રહેતું હોય છે માટે તેનો યોગ્ય નિકાલ આવશ્યક છે.