અમદાવાદના અટલ બ્રિજ પરથી યુવકે નદીમાં ઝંપલાવ્યું
અમદાવાદ, અમદાવાદ શહેરનો અટલ બ્રિજ ફરવાનાં સ્થળોમાં હાલ લોકોનું મનપસંદ સ્થળ બની રહ્યું છે. ત્યારે મંગળવારે મોડી સાંજે અહીં ગોઝારી ઘટના ઘટી છે. આ બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ફાયર બ્રિગેડ આ યુવકને શોધતા બે કલાકમાં જ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ દૂર્ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
નોંધનીય છે કે, અટલ બ્રિજ બન્યા બાદ આપઘાત કર્યાનો આ પહેલો બનાવ છે. આ યુવક પાલનપુરનો હોવાની માહિતી મળી રહી છે. શહેરનાં અટલ બ્રિજ પર લગાવેલી ફ્રેમ પરથી યુવકે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જાેકે, બ્રિજ પર સિક્યુરિટી અને બાઉન્સરની હાજરીમાં જ યુવકે કઇ રીતે બ્રિજ પરથી ઝંપલાવ્યું તે વિચારવાનો પ્રશ્ન છે.
આ બનાવ સામે આવતાની સાથે જ લોકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અટલ બ્રિજની ફ્રેમ પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ મોબાઇલ નદીમાં પડનાર યુવકનો જ છે કે નહીં. આ ઉપરાંત આ યુવક કોણ છે અને આપઘાત પાછળના કારણ અંગે પણ તપાસ કરી રહી છે.SS1MS