Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નકલી નોટ પ્રકરણનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ)ગોધરા, કાંકણપુર ગામે ભારતીય ચલણની ડુપ્લીકેટ ચલણી નોટો છાપીને ભારતના અર્થતંત્રને ખોખલું કરવાના ગુનાનો મુખ્ય સૂત્રધાર અને વડોદરા ખાતે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતો હરીશ ગોવિંદભાઈ વણઝારા જે ચાર મહિનાથી નાસતા ફરતા હતા. જેથી ગોધરા સ્થિત પંચમહાલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમને માહિતી મળી હતી કે, તેઓ અમદાવાદ ખાતેના એક એપાર્ટમેન્ટમાં રહે છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતો.

સપ્ટેમ્બર ૨૦૨૨માં કાંકણપુર ખાતે આવેલા ફાર્મ હાઉસમાંથી ભારતીય ચલણની ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાના ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ પોલીસ તંત્રએ કરીને કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં શરૂઆતમાં ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જાેકે ડુપ્લીકેટ ચલણી નોટો છાપવાના આ ચોંકાવનારા પ્રકરણના મુખ્ય સૂત્રધાર હરીશ ગોવિંદભાઈ વણઝારા છેલ્લાં ચાર મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને તાકીદે ઝડપી પાડવાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સૂચનાઓના આધારે સતર્ક બનેલા ગોધરા સ્થિત પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઈ. બી.એમ.રાઠોડને માહિતી મળી હતી કે હરીશ ગોવિંદભાઈ વણઝારા અમદાવાદ ખાતે છુપાયો હોવાની બાતમીઓના આધારે અમદાવાદ શહેરના નિકોલ ખાતે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના ડી-મકાન નં.૨૦૪ માંથી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ડુપ્લીકેટ ચલણી નોટોના મુખ્ય સૂત્રધાર હરીશ ગોવિંદભાઈ વણઝારાને ઝડપી પાડીને કાંકણપુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હરીશ ગોવિંદભાઈ વણઝારાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે તેનું બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે અત્યારે તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે તેની પરિસ્થિતિ નોર્મલ થશે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers