Western Times News

Gujarati News

મુંબઈમાં ૧૯ ડિસેમ્બર સુધી યુનિફોર્મ ગારમેન્ટ એન્ડ ફેબ્રીક્સ ફેરનું આયોજન

અમદાવાદ,  સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસીએશન(એસજીએમએ) ભારતના યુનિફોર્મ, ગારમેન્ટ અને ફેબ્રીક મેન્યુફેકચરર્સ ફેર-૨૦૧૯ની ચોથી આવૃત્તિ મુંબઈમાં આગામી તા.૧૭થી ૧૯ ડિસેમ્બર, ૨૦૧૯ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ગોરેગાવ એકઝીબીશન સેન્ટર ખાતે યોજવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સ્કૂલ, કોર્પોરેટ વેર અને સરકારી બળો સહિત યુનિફોર્મ્સ ઉદ્યોગ રૂ. ૧૮,૦૦૦ કરોડ મૂલ્યનો છે, જેમાંથી રૂ. ૧૦,૦૦૦ કરોડ બાકી સંગઠિત ક્ષેત્રમાં છે અને સોલાપુર લગભગ રૂ. ૧૧૦૦ કરોડ પર નિયંત્રણ ધરાવે છે, જેમાં યુનિફોર્મ્સ શહેરમાં ૧૦૦૦થી વધુ ઉત્પાદન એકમોમાંથી બહાર નીકળે છે અને તે ૬૦,૦૦૦ કુશળ શ્રમિકોને રોજગાર આપે છે.

મહારાષ્ટ્રના ટેક્સટાઈલ્સ મંત્રાલયના વિચારમાંથી અને રાજ્ય સરકાર સાથે સહયોગમાં આયોજિત આ મેળા થકી વર્ષ ૨૦૨૪માં મહારાષ્ટ્રમાં ૨૫૦૦ નવાં એકમો ઊભાં કરવાનું અને મહારાષ્ટ્ર અને સોલાપુરને ભારતનાં યુનિફોર્મ ર્સોસિંગ કેન્દ્ર તરીકે વિકસાવવાનું આખરી લક્ષ્ય છે. એસોસીએશનના શ્રી નિલેશ શાહે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ટેક્સટાઈલ મંત્રાલયના ટેકા સાથે ટૂંક સમયમાં મોટો ગારમેન્ટ પાર્ક ઊભો થયેલો જોવા મળશે.

૨૦૧૯ના મેળાનો અમારો હેતુ દેશભરમાંથી ૧૦૦૦૦થી વધુ રિટેઈલરો અને ડીલરો આવે અને ટેક્સટાઈલ ઉદ્યોગ દ્વારા કરાયેલી પ્રગતિને તેઓ રૂબરૂ જુએ તે છે. યુનિફોર્મ અને ગારમેન્ટ ક્ષેત્રમાં નામાંકિત બ્રાન્ડ્‌સ અને કોર્પોરેટ ગૃહો મેળામાં ભાગ લેશે. રેમન્ડ્‌સ, સિયારામ, એસ. કુમાર્સ, વાલજી, ક્યુમેક્સ વર્લ્ડ, સંગમ, સ્પર્શ ફેબ, રિલાયન્સ, વોકી ટોકી, સ્વરાજ, શુભ ટેક્સ, એજે ટેક્સટાઈલ યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકોમાં ભાગ લેનારી અમુક બ્રાન્ડ્‌સ છે.

પહેલી વાર એસજીએમએ દ્વારા વિવિધ દેશોમાં રોડ શો હાથ ધરાયા હતા અને ભારતમાં અન્ય દેશોમાં રાજદૂતાલયના અધિકારીઓને મળીને આ વિશે વાકેફ કરવામાં આવ્યા છે. આજ સુધી મોરેશીયસ, કેન્યા, દુબઈ, ઓમાન, નાઈજીરિયા, ઘાના, યુગાંડા, બહેરિન, વિયેટનામ, કતાર અને સેનેગલ સહિતના દેશોમાંથી ભાગ લેવાનું સમર્થન આપવામાં આવ્યું છે, એમ એસજીએમએના શ્રી પ્રકાશ પવારે જણાવ્યું હતું.

ત્રણ દિવસના કાર્યક્રમમાં યુનિફોર્મ્સના અલગ અલગ પ્રકારમાં નવા પ્રવાહો અને ડિઝાઈનો પ્રદર્શિત કરવા માટે આશરે ૨૦૦ સ્ટોલ્સ હશે. મેળામાં બ્રાન્ડ્‌સ, રિટેઈલરો, ડીલરો, ઉત્પાદકો, હોલસેલરો, રિટેઈલ ચેઈન, સેમી- હોલસેલરો, ટ્રેડરો વિતરકો, ઈ-કોમર્સ એજન્ટો, રિટેઈલ ચેઈનો એક છત હેઠળ દેખાશે. મેળામાં યુનિફોર્મ વેર, મેન્સ, લેડીઝ અને કિડ્‌સ વેર, શૂઝ ઉત્પાદકો, સોક્સ ઉત્પાદકો, યુનિફોર્મ સંબંધી એસેસરીઝ અને યુનિફોર્મ ફેબ્રિક પ્રદર્શિત કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.