Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

‘Digi Locker’ પર વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી દેવાઇ

રાજ્યની ૪૫ યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી

ગાંધીનગર, રાજ્યના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના વિવિધ તકનીકી, તબીબી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે માતૃભાષામાં અભ્યાસ સામગ્રી ડિઝાઇન કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ યુનિવર્સીટીઓને જે તે વિષયના ભાષાંતરની કામગીરી સોંપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

વધુમાં NEP-2020માં દર્શાવેલ ધ્યેયો અને ઉદ્દેશ્યો અનુસાર કાર્ય કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘ગુજરાત NEP સેલ’ હેઠળ વિવિધ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરીને તેઓને કામગીરીની સોંપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતુ.

મંત્રીશ્રી એ જણાવ્યું કે, રાજ્યની ૪૫ જેટલી યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ‘Digi Locker’ પર રાજ્યની યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરવામાં આવેલ છે.

રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓએ Multiple Entry-Exitને સમર્થન આપવા માટે તેમના અભ્યાસક્રમમાં વિવિધ વૈકલ્પિક વિષય ઉમેરવામાં આવી છે અને આ વૈકલ્પિક વિષયના ક્રેડિટનો વિદ્યાર્થીઓના ઓવરઓલ ગુણાંકમાં સમાવેશ કરવામાં આવનાર છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers