વલસાડમાં પોલીસ ચોકી સામે આવેલા મંદિરમાં ચોરી

વલસાડ, શિયાળાની કડકડતી ઠંડીમાં વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને પોલીસની ઠંડી ઉડાવી રહ્યા છે. વલસાડના છીપવાડ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ એક મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને પોલીસ નિંદ્રાધિન હોવાની પોલ ખોલી નાંખી હતી.
તસ્કરો પોલીસ ચોકી સામે આવેલા મંદિરની આખી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. પોલીસ ચોકી સામે બનેલી આ ઘટનામાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. આમ, વલસાડ શહેરમાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને પોલીસની નાઈટ ડ્યુટી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, વલસાડના છીપવાડ વિસ્તારમાં આવેલા જાણીતા હનુમાન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મંદિરમાંથી તસ્કરો આખેઆખી દાનપેટી જ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. મહત્વપૂર્ણ છે કે, આ હનુમાન મંદિરની સામે જ છીપવાડની પોલીસ ચોકી આવેલી છે. આમ, પોલીસ ચોકીની સામે જ તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું.
આ ઘટના બાદ પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને નાઈટ ડ્યુટીના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. જાે કે, મંદિરમાં થયેલી ચોરીને અંજામ આપનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
આથી પોલીસે હવે સીસીટીવી ફૂટેજને આધારે તસ્કર સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. જાે કે, અત્યારે તો જિલ્લામાં કડકડતી ઠંડીમાં તસ્કરો તરખાટ મચાવી વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરી અને ઠંડી ઉડાવી રહ્યા છે.SS1MS