Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરપુર થી ખેરાલુ નવી બસ શરૂ થતાં મુસાફરોમાં આનંદ

(પ્રતિનિધિ)વિરપુર, વિરપુર એસટી બસ સ્ટેન્ડ બન્યા પછી બાલાસિનોર ડેપો દ્વારા ઘણી નવી બસોના રૂટ ચાલુ કરવામા આવ્યા છે ત્યારે આજરોજ એક નવી બસ ચાલુ કરતા વિરપુર તાલુકાના મુસાફરોમાં આનંદ છવાયો હતો મુસાફરોની ઘણા લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને વિરપુર થી ખેરાલુ જતી નવી બસ બપોરના ૧-૪૫ ક્લાકે વિરપુર થી ખેરાલુ જવા રવાના થશે તો ખેરાલુ થી વિરપુર સવારના ૭ ક્લાકે આવવા રવાના થશે આ નવી બસ ચાલુ થતાં બસમાં મુસાફરી કરતા મુસાફરો ને સરળતાથી મુસાફરી કરી શકશે તે હેતુથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ બસનો રૂટ વિરપુર, કુંભરવાડી, લીમડિયા, માલપુર સહિતના રૂટ પરથી પસાર થશે ત્યારે નવીન બસ ચાલુ થતાં મુસાફરોમાં આનંદ છવાયો છે..

Copyright © All rights reserved. | Developed by Aneri Developers