Western Times News

Gujarati News

ભારત એક સ્વસ્થ વિશ્વ વ્યવસ્થાની કલ્પના કરે છે

ભારત માટે ગ્લોબલ હેલ્થ આર્કિટેકચર ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર નિર્ભર છે. પ્રથમ એ છે કે, મોટી મહામારીને રોકવા, તૈયાર કરવા અને પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત બનાવવી. આ એજન્ડામાં ‘વન હેલ્થુ અભિગમ અને એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) સામેલ હશે

તિરુવનંતપુરમમાં જી-ર૦ હેલ્થ વર્કિંગ ગ્રૂપની બેઠકથી શરૂઆત કરીને ભારત વૈશ્વિક સ્વાસ્થ્ય માળખાના પોતાના વિઝનને ઉજાગર કર્યું છે જે ધનિક અને ગરીબ એમ બંને દેશોને સાવર્ત્રિક હેલ્થકેર સુલભ કરવા તથા રોગચાળા અને મહામારીને કારણે ઉભી થયેલી કટોકટીનો સામનો કરવા સક્ષમ બનાવશે. સ્વસ્થ વિશ્વનું ભારતનું વિજન વસુધૈવ કુટુંબકમ્‌ (વિશ્વ એક પરિવાર છે)ની ફિલોસોફીમાંથી પ્રાપ્ત થયું છે, જેનું ભાષાંતર ‘વન અર્થ, વન ફેમિલી, વન ફેમિલી, વન ફયુચર’માં થાય છે. આરોગ્યની દૃષ્ટિએ, આ સિધ્ધાંત જી-ર૦ના સભ્યોને સ્થાનિક આરોગ્ય કટોકટીને ધ્યાનમાં લેવા અને સાવર્ત્રિક ઉકેલો સર્જવા માટે સહયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.

ભારતના જી-ર૦ના પ્રમુખપદના ભાગરૂપે સભ્ય દેશોના નીતિ ઘડવૈયાઓ અને તબીબી સમુદાયના નિષ્ણાંતો જાન્યુઆરી, ર૦ર૩થી શરૂ થયેલી હેલ્થ વર્કિંગ ગ્રુપની શ્રેષ્ણીબધ્ધ બેઠકોમાં ગ્લોબલ હેલ્થ આર્કિટેચરના પાયા અને માળખાને ઉજાગર કરશે. ગ્લોબલ હેલ્થ આર્કિટેકચરમાં આગામી આરોગ્ય કટોકટીનો સામનો કરવા અને મજબુત હીલિંગ સિસ્ટમ્સની સ્થાપના કરવા માટે દેશોને સજ્જ સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ના કારણે નાજુક આરોગ્ય તંત્રોનું પતન થયું હતું અને ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (એલએમઆઈસી)માં વિષમતા અને અસમાનતામાં વધારો થયો હતો.

તેનાથી વિશ્વના નેતાઓને ખ્યાલ આવ્યો કે એક જ દેશમાં આરોગ્ય કટોકટી સમગ્ર વિશ્વમાં આરોગ્ય પ્રણાલીઓને અસર કરી શકે છે. જીવન રક્ષક દવાઓ, રસીઓ, તબીબી ઉપકરણો અને સાધનો પરનું પરસ્પર અવલંબન મહામારી દરમિયાન સ્પષ્ટ થયું હતું. એક જ દેશ, ભલે તે સારી રીતે સજ્જ હોય અને તબીબી માળખાગત સુવિધાઓથી સંપન્ન હોય, પરંતુ તે મહામારી જેવી કટોકટી સામે બાજી પલટી શકે તેમ નથી. એલએમઆઈસી માટે આવા સમયમાં પરિસ્થિતિ વધુ વણસતી જાય છે કારણ કે, મૂળભૂત આરોગ્યની સુલભતા મર્યાદિત અને અસમાન હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જી-ર૦ના પ્રમુખપદના મુખ્ય ઉદેશને હિલિંગ (ઉપચાર), હાર્મની (સંવાદિતા) અને હોપ (આશા) તરીકે વ્યાખ્યાયિત કર્યો છે તેમણે વધારે માનવ કેન્દ્રિત વૈશ્વિકરણની કલ્પના કરી છે, જે સાવર્ત્રિક આરોગ્ય સંભાળને મુખ્ય પ્રાથમિકતા તરીકે જુએ છે. કોવિડ-૧૯ના મુશ્કેલ તબક્કાઓ દરમિયાન શીખેલા પાઠોને ધ્યાનમાં લેતા ઈન્ડોનેશિયન પ્રમુખપદે (ર૦રર) તમામ દેશોની આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓને ભારે દબાણ હેઠળ ટકી રહે એવી એક સિસ્ટમ બનાવવ ામાટે પ્રોત્સાહિત કરીને વૈશ્વિક આરોગ્ય આર્કિટેકચરને મજબુત બનાવવાની હાકલ કરી હતી.

કોવિડ-૧૯એ આબોહવા પરિવર્તનના પડકારોમાં પણ વધારો કર્યો, ઝૂનોટિક (પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાતા રોગ) ઘટનાઓ, આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ અને પાણી અને વાહકજન્ય રોગો મહામારી માટેના જાેખમોમાં વધારો કરે છે. ભારત માટે ગ્લોબલ હેલ્થ આર્કિટેકચર ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર નિર્ભર છે, પ્રથમ એ છે કે, મોટી મહામારીને રોકવા, તૈયાર કરવા અને પ્રતિસાદ આપવા માટે રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબુત બનાવવી. આ એજન્ડામાં ‘વન હેલ્થ’ અભિગમ અને એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર) સામેલ હશે.

ડબ્લ્યુએચઓ, વર્લ્ડ બેન્ક, જી-૭, કોવિડ-૧૯ એક્સિલરેટરની એકસેસ જેવી અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને, આ પ્રયાસ વર્તમાન શક્તિઓને સંકલિત કરવાનો અને સિસ્ટમમાં અવરોધોને ઓળખવાનો પ્રયત્ન કરશે. સમુદાયો પર એએમઆરની અસરનો પ્રતિકાર કરવા માટે માનવ, પ્રાણી અને પર્યાવરણ ક્ષેત્રો વચ્ચેના જાેડાણને સંબોધન માટે વન હેલ્થ- એક આરોગ્ય અભિગમ મહત્વપૂર્ણ છે. પરવડે તેવા, સમાન અને સુલભતામાં સાવર્ત્રિક હોય તેવા મહામારીના પ્રતિકારક પગલાંની સાથે જી-ર૦ ઈન્ડિયા હેલ્થ ટ્રેકનો ઉદેશ વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીના માળખા માટે અવિરત આંતરવિકાસની સુવિધા આપવાનો છે.

તે વિવિધ દેશોમાંથી આરોગ્ય કટોકટીને ધ્યાનમાં લેતી શ્રેષ્ઠ પધ્ધતિઓની બેન્ક બનાવવા તરફ કામ કરવાની યોજના ધરાવે છે પહેલેથી જ, ભવિષ્યના જાેખમો ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયા, ઈટાલિયન અને ઈન્ડોનેશિયન પ્રમુખપદ હેઠળ મહામારીની રોકથામ, તૈયારી અને પ્રતિસાદ માટે નાણાંકીય મધ્યસ્થી ભંડોળની સ્થાપના કરાઈ હતી. જી-ર૦ની બીજી પ્રાથમિકતા ગુણવત્તાયુકત રસીઓ, થેરાપ્યુરિટસ અને ડાયગ્નોસ્ટિકસની સમાન સુલભતાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકાર વધારવા માટેની છે. ભારતીય જિનેરિકસનું વિશ્વમાં મુલ્ય છે.

નાણાકીય વર્ષ ર૦રરમાં ર૦૦ દેશોમાં ર૪.૪૭ અબજ ડોલરની ફાર્મા પ્રોડકટસ પુરી પાડવામાં આવી હતી. ભારત ઘણાં એલએમઆઈસીને પરવડે એવા દરે એચઆઈવી દવાઓ અને ટીબી- વિરોધી જિનેરિકસ પુરા પાડવાનું ચાલુ રાખે છે. ખાસ કરીને એલએમઆઈસી માટે કિલનિકલ ટ્રાયલ્સ, આર એન્ડ ડી સપોર્ટ અને મેડિકલ કાઉન્ટર પગલાંની પરવડે તેવીક્ષમતા માટે વધુ અનુકુળ માળખું ઉભું કરવાનો અમારો પ્રયાસ રહેશે.

જીવન રક્ષક રસીની અસમાનતાને દૂર કરવામાં ભારતની ભૂમિકાને વિશ્વભરમાં સ્વીકારવામાં આવી છે. અને પ્રશંસા કરવામાં આવી છે. કોવિડ-૧૯ દરમિયાન ઉચ્ચ આવક ધરાવતા દેશોએ રસીના અબજાે ડોઝ ખરીદવાની દિશામાં ઝડપ કરી હતી ત્યારે કેટલાક ગરીબ દેશોએ તેમના નાગરિકોને વાયરસના વિનાશક પડકારોથી બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો. એલએમઆઈસીના લોકો રસીની પહોંચ વિના લગભગ એક વર્ષ સુધી અસુરક્ષિત અને જાેખમને પાત્ર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે ‘વેક્સિન મૈત્રી’ પહેલ મારફતે કોવિડ-૧૯ના સૌથી મુશ્કેલ તબક્કા દરમિયાન ૧૦૦થી વધારે દેશોને મહત્વપૂર્ણ ડોઝીસ પુરા પાડ્યા હતા.
– ડો. મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.