ભારતમાં પાંચ જગ્યાઓ કાળા જાદુ માટે જાણીતી છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Black-Magic.jpg)
નવી દિલ્હી, ભારત સદીઓથી વિવિધ સાધના પદ્ધતિઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશમાં દરેક વ્યક્તિ પોતાની રીતે આધ્યાત્મિક સાધના કરવા માટે સ્વતંત્ર છે. કેટલાક લોકો માંત્રિક તો કેટલાક લોકો તાંત્રિક સાધના કરતા જાેવા મળે છે. દેશમાં ક્યાંક સંતો અને સાધુઓ જાેવા મળશે અને કાળા જાદુના નિષ્ણાતો ક્યાંક જાેવા મળશે. ક્યાંક અઘોરી બાબા જાેવા મળશે તો ક્યાંક નાગા સાધુઓ જાેવા મળી જશે.
આજે આપણે જાણીએ છીએ કે, દેશમાં કાળા જાદુ, તાંત્રિક વિધિ અને અઘોર સાધનાના સાધકો ક્યાં ક્યાં જાેવા મળે છે. કામાખ્યા દેવી મંદિર પછી વારાણસીના મણિકર્ણિકા ઘાટને અઘોર, તંત્ર અથવા કાળા જાદુ પ્રથાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે.
મણિકર્ણિકા ઘાટ પર તમે ઘણા અઘોરી બાબાને ધ્યાન માં વ્યસ્ત જાેયા હશે. એવું કહેવાય છે કે, તેઓ તેમની સાધના દરમિયાન મૃતદેહોને ખાય છે. ખોપરીમાં પાણી પીવે છે. દેશમાં ક્યાંક સંતો અને સાધુઓ જાેવા મળશે અને કાળા જાદુના નિષ્ણાતો ક્યાંક જાેવા મળશે.
ક્યાંક અઘોરી બાબા જાેવા મળશે તો ક્યાંક નાગા સાધુઓ જાેવા મળી જશે. આજે આપણે જાણીએ છીએ કે, દેશમાં કાળા જાદુ, તાંત્રિક વિધિ અને અઘોર સાધનાના સાધકો ક્યાં ક્યાં જાેવા મળે છે. આ રીતે સાધના કરવાથી એવુ મનાય છે કે, તેમની શક્તિ ઝડપથી વધતી રહે છે. મણિકર્ણિકા ઘાટ પર કાળો જાદુ પણ ગુપ્ત રીતે કરવામાં આવે છે. ભારતમાં કાળા જાદુની પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
તેમ છતાં લોકો પોતાની સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તેનો સહારો લે છે. મણિકર્ણિકા ઘાટ બાદ આવે છે ઓડિશાની કુશભદ્રા નદીનો ઘાટ. જયાં માનવ ખોપરીના હાડકાં અને અન્ય અવયવો ઘણીવાર આ નદીના ઘાટ પર જાેવા મળે છે.
કુશભદ્રા નદીના ર્નિજન ઘાટ પર મહત્તમ કાળો જાદુ કરવામાં આવે છે. માત્ર ઘાટ પર જ નહીં, વેરાન કિનારા પર પણ લોકો ઘણીવાર તાંત્રિક સાધના અને કાળા જાદુ કરતા જાેવા મળે છે. કોલકાતાનો નિમતલા ઘાટ પણ કાળા જાદુ માટે જાણીતો છે. અહીં પણ સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે, સંપૂર્ણ મૌન પછી અઘોરી વિધિ કરતા લોકો અડધી રાત્રે નિમતલા ઘાટ પર આવે છે અને સળગતા મૃતદેહોનું માંસ ખાય છે. તેઓ પ્રાતઃકાળ સુધી અહીં બેસીને ધ્યાન કરે છે. જ્યાં મુઘલો અને અંગ્રેજાે પણ ગામમાં આવતા ડરતા હતા, તે આસામનું માયોંગ ગામ. આ ગામમાં કાળા જાદુ સાથે જાેડાયેલી ઘણી વાતો સાંભળવા મળે છે.
આ ગામના મોટાભાગના લોકો કાળા જાદુમાં નિષ્ણાંત માનવામાં આવે છે. ગામના લોકોનું માનવું છે કે, તેઓને કાળા જાદુની શક્તિનો આશીર્વાદ મળ્યો છે અને તે સદીઓથી એકબીજામાં જાેવા મળી આવે છે.SS1MS