Western Times News

Gujarati News

ગુજરાતના ઉદ્યોગપતિઓ ઉત્તરપ્રદેશમાં 38 હજાર કરોડનું રોકાણ કરશે

અમદાવાદની ક્રાઉન પ્‍લાઝા હોટેલ ખાતે શુક્રવારે ટીમ યોગીના રોડ શો પહેલા યોજાયેલી વન ટુ વન બિઝનેસ મીટિંગમાં ત્રણ ડઝનથી વધુ રોકાણકારોએ હાજરી આપી હતી. આ ટીમનું નેતૃત્‍વ કેબિનેટ મંત્રી એ.કે. શર્મા કરી રહ્યા હતા, જયારે કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદ, રાજય મંત્રી જેપીએસ રાઠોડ તેમની સાથે હાજર હતા.

હેસ્‍ટર બાયોસાયન્‍સ લિમિટેડના સ્‍થાપક, સીઈઓ અને એમડી રાજીવ ગાંધીએ (Hester Bioscience CEO and MD Rajiv Gandhi) ઉત્તર પ્રદેશની માળખાકીય સુવિધાઓ, વિશાળ બજાર અને સરળ માનવશક્‍તિની ઉપલબ્‍ધતા માટે પ્રશંસા કરી હતી.

તેમની કંપની ગુજરાતમાં મોટા પાયે પ્રાણીઓની રસી બનાવે છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની ઔદ્યોગિક નીતિને જોતા, તેમણે પ્રાણી આરોગ્‍ય ઉત્‍પાદનો, કુદરતી ઉત્‍પાદનો અને ફોર્મ્‍યુલેશન માટે પ્‍લાન્‍ટ સ્‍થાપવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે કારણ કે યુપીમાં તે ક્ષેત્રમાં ઘણો ફાયદો છે.

ઉપરાંત, ત્‍યાંનું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પહેલા કરતાં ઘણું સારું બન્‍યું છે. તેમણે સીએમ યોગીની અમદાવાદ ટીમને કહ્યું કે, એ સાંભળીને ખૂબ જ સારું લાગ્‍યું કે યોગી સરકાર અગાઉની સરકારો કરતા ઉદ્યોગપતિઓને વધુ મદદરૂપ સાબિત થઈ રહી છે. અમે તેમની નીતિઓથી પ્રભાવિત થયા છીએ અને તેમના સંકલ્‍પોની સિદ્ધિ માટે ચોક્કસપણે તેમને સહકાર આપીશું.

ટોરેન્‍ટ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્‍ટર જીનલ મહેતાએ (Torrent Group MD Jinal Mehta) કહ્યું કે યોગી સરકારે છેલ્લા સાડા પાંચ વર્ષમાં યુપીને ગુનામુક્‍ત બનાવવા, મજબૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, એક્‍સપ્રેસ વે, એરપોર્ટ કે રોડ કનેક્‍ટિવિટી બનાવવા માટે જે કામ કર્યું છે તે પ્રશંસનીય છે. આ જ કારણ છે કે તેઓ વધુ રોકાણ કરવા માંગે છે.

જીનલ મહેતાએ યુપીના મજબૂત ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની પ્રશંસા કરી હતી. ટોરેન્‍ટ ગ્રૂપ હાલમાં યુપીના ૧૬ જિલ્લામાં વીજળી, ગેસ સેક્‍ટરમાં કામ કરી રહ્યું છે અને હવે તે ફાર્મા સેક્‍ટરમાં રોકાણ કરવા માંગે છે. આ માટે તેમણે ૨૫ હજાર કરોડના રોકાણ પ્રસ્‍તાવ સાથે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા.

અમિત ગોસિયા, જેઓ ફાર્મા સેક્‍ટરના કોર્પોરેટ હેડ અને ખાસ કરીને મેડિકલ ડિવાઈસ મેન્‍યુફેક્‍ચરિંગ જાયન્‍ટ મેરિલ ગ્રૂપના કોર્પોરેટ હેડ છે, તેમણે જણાવ્‍યું હતું કે, સીએમ યોગીના માર્ગદર્શન હેઠળ રાજયમાં હેલ્‍થકેર ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. અમે આ પ્રગતિના સાક્ષી છીએ અને હવે તેનો ભાગ બનવા માટે તૈયાર છીએ.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ (Uttar Pradesh CM Yogi Adityanath) પોતે આ સંદેશો પહોંચાડ્‍યો છે કે ઉત્તર પ્રદેશમાં અમારું રોકાણ સુરક્ષિત છે. તેને ધ્‍યાનમાં રાખીને, અમે યુપીમાં કાર્ડિયો, ઓર્થોપેડિક અને ડાયગ્નોસ્‍ટિક સર્જરી માટે ઉપકરણોનું ઉત્‍પાદન કરવા માટે જેવર એરપોર્ટ નજીક મેડિકલ ડિવાઇસ પાર્ક સ્‍થાપવાનું નક્કી કર્યું છે. અમારા માટે આ ખૂબ જ સારી તક છે. આ સંદર્ભે, અમે અમારી નિષ્‍ણાત ટીમ સાથે ચર્ચા કરીશું અને ટુંક સમયમાં પ્રોજેક્‍ટ શરૂ કરવા માટે વ્‍યૂહરચના તૈયાર કરીશું.

ઇન્‍ડિયન ડ્રગ મેન્‍યુફેક્‍ચરર્સ એસોસિએશનના (Indian Drug Manufacturers Association) રાષ્ટ્રીય અધ્‍યક્ષ ડો. વિરાંચી શાહે (IDMA Viranchi Shah) ફાર્મા ક્ષેત્રમાં ભારતને ટોચનું સ્‍થાન બનાવવાની યુપીની ક્ષમતામાં વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર જે રીતે ઇનોવેટિવ આઈડિયાને પ્રમોટ કરી રહી છે, તેનાથી અમને રાજયમાં રોકાણ કરવા માટે પ્રોત્‍સાહન મળ્‍યું છે.

સરકારની સ્‍ટાર્ટ-અપ પોલિસી અને ઈઝ ઓફ સ્‍ટાર્ટિંગ બિઝનેસથી પ્રભાવિત થઈને અમે યુપીમાં અમારું યુનિટ સ્‍થાપવા આતુર છીએ. સરકારે જે સુવિધાઓ અને રાહતો આપવાનું નક્કી કર્યું છે તે રોકાણકારોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Torrent Pharma, a well-known pharmaceutical business from Gujarat, signed the largest MoUs for Rs 25,000 crore. Along with this, Amul India signed an MoU of Rs 900 crores to set up a new milk plant in Baghpat district of Uttar Pradesh. Further, nine MoUs were of Rs 1,000 crore or more. A total of 22 MoUs amounting to Rs 38,000 crores were signed.

The investors included Torrent Pharma, Arvind Mills Ltd, Hirise Hospitality, Azul Denimkart, Balaji Foods Pvt. Ltd and Amul India, among others.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.