Western Times News

Gujarati News

PM કિસાન સન્‍માન નિધિ યોજના ખેડા જિલ્‍લામાં આધાર સુધારણા માટે કેમ્‍પનું  આયોજન

નડિયાદ: ખેડા જિલ્‍લામાં પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ (પી.એમ. કિસાન) યોજના હેઠળ કેન્‍દ્ર સરકાર દ્વારા ડિસેમ્‍બર – ૨૦૧૯ થી માર્ચ – ૨૦૨૦ નાં ટ્રાઇમેસ્‍ટરનો હપ્‍તો ફરજીયાત પણે આધારબેઝ કરવાનો હોઇ લાભાર્થીઓના આધાર અન્‍વયે ડેટાબેઝમાં નામ સુધારણા કરવા માટે તાલુકા કક્ષાએ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આધાર ડેટાને સંબંધિત ખેડુતો સાથે સંકલન કરી સુધારો માટે કેન્‍દ્ર સરકાર તરફથી તા. ૩૦-૧૧-૨૦૧૯ નિયત  કરવામાં આવી છે.
જેથી આગામી હપ્‍તો સમયસર જે તે લાભાર્થીને ચૂકવી શકાય, અન્‍યથા ચુકવણીમાં વિલંબ થશે. આ કામગીરી અંગે નડિયાદ-ખેડા તાલુકા માટે તા. ૨૨-૧૧-૨૦૧૯ ના રોજ, ઠાસરા – ગળતેશ્વર માટે તા. ૨૫-૧૧-૨૦૧૯ ના રોજ, કઠલાલ-કપડવંજ માટે તા.૨૬-૧૧-૨૦૧૯ ના રોજ, વસો-માતર માટે તા. ૨૭-૧૧-૨૦૧૯ ના રોજ, મહેમદાવાદ-મહુધા તાલુકા માટે તા. ૨૮-૧૧-૨૦૧૯ ના રોજ તાલુકા પંચાયત / મામલતદાર કચેરી ખાતે આધાર સુધારણા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત પડતર અરજીઓનો પણ તાત્‍કાલિક નિકાલ કરવા નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્‍યું છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.