Western Times News

Gujarati News

અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને સરળતાથી વિઝીટર વિઝા મળશે

Photo : Twitter @usconsulatemumbai

ભારતમાં યુએસ મિશને વિઝા અરજદારો માટે રાહ જાેવાનો સમય ઘટાડવાના ઈરાદે મોટો ર્નિણય લીધો

જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૩ વચ્ચે વોશિંગ્ટન અને અન્ય દૂતાવાસોના ઘણા કોન્સ્યુલર્સ ભારત આવશે અને ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’ની શ્રેણીમાં પહેલો સ્પેશિયલ ઈન્ટરવ્યું કરશે

વોશિંગ્ટન, અમેરિકા જવા ઈચ્છતા ભારતીય લોકો માટે સારા સમાચાર છે. અમેરિકાએ ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમને ઘટાડવા માટે નવી પહેલ શરુ કરવામાં આવી છે. યુ.એસ.એ પહેલી વાર વિઝા અરજદારો માટે વિશેષ ઇન્ટરવ્યુ શેડ્યૂલ કરવા અને કોન્સ્યુલર સ્ટાફની સંખ્યામા વધારો કરવાનો પ્રયાસો શરૂ કર્યા છે. U.S. missions in India to raise staff strength to speed up visa processing

વિઝાની પ્રતીક્ષાના સમયને ઘટાડવાના બહુપક્ષીય અભિગમના ભાગ રૂપે, યુ.એસ એમ્બેસીએ દિલ્હીમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના વાણિજ્ય દૂતાવાસોએ (કોન્સલ) ૨૧ જાન્યુઆરીએ ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’નું આયોજન કર્યું હતું.

યુએસ એમ્બેસીએ રવિવારે જણાવ્યું હતું કે, ’૨૧ જાન્યુઆરીના રોજ, ભારતમાં યુએસ મિશનએ પ્રથમ વાર વિઝા અરજદારો માટે રાહ જાેવાનો સમય ઘટાડવાના મોટો ર્નિણય લીધો છે. જેના ભાગ રુપે શનિવારે સ્પેશિયલ ઇન્ટરવ્યું કર્યા હતાં. જેમાં અમેરિકા જવા ઈચ્છતા લોકોને વિઝાની રાહ જાેવામાં રાહત જાેવા મળશે.

અમેરિકા એમ્બેસી દ્વારા આ પ્રકારના સ્પેશલ ઈન્ટરવ્યુંનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું છે. જેમા તે દેશના કુલ ૫ શહેરોમાં આ ઈન્ટરવ્યુંનુ આયોજન કરવાના છે.

દૂતવાસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘યુએસ એમ્બેસીએ નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદના કોન્સ્યુલેટે વિઝા ઇન્ટરવ્યુની જરૂર હોય તેવા અરજદારોને સમાવવા માટે શનિવારે કોન્સ્યુલર કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.’

આવતા મહિનાઓમાં શનિવારે યોજાનાર ઇન્ટરવ્યુ માટે ચોક્કસથી ‘વધારાના સ્લોટ્‌સ’ આપવાનું ચાલુ રખાશે. કોરોનાને કારણે વિઝા પ્રોસેસિંગમાં બેકલોગ (અધુરુ કામ) દૂર કરવા માટે આ વધારાના દિવસમા ઇન્ટરવ્યું યોજાશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અગાઉના યુએસ વિઝા ધરાવતા અરજદારો માટે ઇન્ટરવ્યુમાંથી છૂટ આપીને રિમોટ પ્રોસેસિંગ પ્રક્રિયા લાગુ કરી શકે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી અને માર્ચ ૨૦૨૩ વચ્ચે વોશિંગ્ટન અને અન્ય દૂતાવાસોના ઘણા કોન્સ્યુલર્સ ભારત આવશે. આ લોકો પ્રોસેસિંગ ક્ષમતા વધારશે. ભારતમાં યુએસ મિશનએ ૨,૫૦,૦૦૦ થી વધુ વધારાના B1 અને B2 વિઝા એપોઇન્ટમેન્ટ જારી કર્યા છે. જેમા B1 બિઝનેસ વિઝા છે અને B2 વિઝીટર વિઝા છે.

યુએસ એમ્બેસીએ એમ પણ કહ્યું કે આ ઉનાળા સુધીમાં યુએસ મિશનમાં સ્ટાફની સંખ્યામાં વધારો કરાશે. અમેરિકી દૂતાવાસે રવિવારે કહ્યું કે ૨૧ જાન્યુઆરીના રોજ ભારતમાં અમેરિકી મિશને પહેલીવાર વિઝા અરજીકર્તાઓ માટે પ્રતિક્ષા સમયને ઓછો કરવાના એક મોટા પ્રયત્ન હેઠળ ‘સ્પેશિયલ શનિવાર ઈન્ટરવ્યુ ડે’ની શ્રેણીમાં પહેલો સ્પેશિયલ ઈન્ટરવ્યું કર્યું.

એક નિવેદનમાં કહ્યું કે, ‘નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં વાણિજ્ય દૂતાવાસોએ શનિવારે જેમને વિઝા ઈન્ટરવ્યુની જરૂર છે તેવા અરજીકર્તાઓને સમાયોજિત કરવા માટે વાણિજ્ય દૂતાવાસ સંચાલન શરૂ કર્યું.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.