Western Times News

Gujarati News

બિગબ્લોક કન્સ્ટ્રક્શને ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 7.70 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો

સુરત, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે Q3FY23 માટે રૂ. 7.70 કરોડ (ચોખ્ખા નફાનું માર્જિન 15.5%)નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે વાર્ષિક ધોરણે 81.6% ની વૃદ્ધિ દર્શાવે છે. BigBloc Construction Ltd reports Net Profit of Rs. 7.70 crore in Q3FY23, rise of 81.6% Y-o-Y

Q3FY22માં કંપનીએ રૂ. 4.24 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 8%) નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022ના રોજ પૂરા થયેલા Q3FY23 દરમિયાન કુલ આવક રૂ 49.55 કરોડ નોંધાઈ હતી. Q3FY23 માટે એબિટા રૂ. 13.31 કરોડ (એબિટા માર્જિન 26.9%) નોંધાઈ હતી જે Q3FY22માં રૂ. 7.42 કરોડના એબિટા (એબિટા માર્જિન 14%) સામે 79.3%નો વધારો દર્શાવે છે. Q3FY23 માટે શેરદીઠ આવક વાર્ષિક ધોરણે 81.2% વધીને રૂ. 1.09 પ્રતિ શેર રહી હતી.

2015માં સ્થાપિત બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ એ એએસી બ્લોક સ્પેસમાં વાર્ષિક 5.75 લાખ ઘન મીટર (સીબીએમ) ની ક્ષમતા સાથે સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. ગ્રીન અને નોન-ટોક્સિક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટિરિયલ, એએસી બ્લોક્સ કિફાયતી, ઓછા વજનવાળા, સાઉન્ડ પ્રૂફ, શ્રેષ્ઠ બિલ્ડ ગુણવત્તા સાથે આગ પ્રતિકારક છે અને પરંપરાગત ઈંટોની તુલનામાં ઊર્જા બચાવે છે. સાથેસાથે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક પણ છે. આ સેગમેન્ટમાં તે એકમાત્ર કંપની છે જે કાર્બન ક્રેડિટ જનરેટ કરે છે.

કંપની વર્ષે 8 લાખ ક્યુબિક મીટરની સંયુક્ત ક્ષમતા સાથે બે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટસ પણ ઊભા કરી રહી છે જે પૈકી વાડા, પાલઘર (મહારાષ્ટ્ર) ખાતે વાર્ષિક 5 લાખ ક્યુબિક મીટર અને થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથે સંયુક્ત સાહસમાં અમદાવાદના કપડવંજ (ગુજરાત) ખાતે વાર્ષિક 3 લાખ ઘન મીટરની ક્ષમતાના પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. બંને વિસ્તરણ પૂર્ણ થયા પછી, કંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ સીબીએમ થશે જે કંપનીને દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બનાવશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.5 થી 3 લાખ ટન કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પણ અપેક્ષા રાખે છે.

કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, “કંપની મજબૂતીથી આગળ વધી રહી છે અને ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આવક, નફાકારકતામાં તંદુરસ્ત વૃદ્ધિ સાથે મજબૂત ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે.

વાડા, મહારાષ્ટ્રમાં તેની વિસ્તરણ યોજનાઓ અને એસસીજી ગ્રૂપ સાથેના સંયુક્ત સાહસ સાથે સારી રીતે પ્રગતિ કરી રહી છે અને તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. એસસીજી ગ્રૂપ સાથેના સંયુક્ત સાહસનો ઉદ્દેશ્ય ટેકનો-વ્યાપારી જ્ઞાન શેર કરવા, બાંધકામ ઉદ્યોગમાં પરસ્પર વિકાસ અને સહકારને પ્રોત્સાહન આપવા અને ભારતીય બજારોમાં નવા યુગના કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ લાવવાનો છે.

આ વિસ્તરણ કંપનીને પશ્ચિમી પ્રદેશોમાં બિનઉપયોગી બજારોમાં તેની હાજરીને વધુ પ્રસરાવવામાં મદદ કરશે અને તેને ભારતમાં સૌથી મોટી કંપની પણ બનાવશે. નવીન ઉત્પાદનો સાથે બ્રાન્ડ બનાવવાની દ્રષ્ટિ સાથે વ્યૂહાત્મક પહેલ, ઓપરેશનલ કાર્યક્ષમતાના પગલે ટૂંકાથી મધ્યમ ગાળા માટે તમામ હિસ્સેદારો માટે તંદુરસ્ત વૃદ્ધિ અને મહત્તમ મૂલ્યસર્જન થવાની સંભાવના છે.”

ત્રિમાસિક ગાળા દરમિયાન સંયુક્ત સાહસ કંપની – સિયામ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રા. લિમિટેડે અમદાવાદ, ગુજરાત નજીકના ખેડા જિલ્લાના કપડવંજ ખાતે 60,000 ચોરસ મીટર જમીન સંપાદિત કરી. કંપની એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક 3 લાખ ક્યુબિક મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે.

એસસીજી દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી મોટી સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીમાંની એક છે અને સંયુક્ત સાહસમાં 48% હિસ્સો ધરાવે છે અને 52% બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ પાસે છે. પ્લાન્ટ કેલેન્ડર વર્ષ 2023માં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.

કંપનીએ જુલાઈ 2022 ના મહિનામાં વાડા સુવિધાના વિસ્તરણ માટે નાણાંકીય સમાપ્તિ હાંસલ કરી હતી. વાડા પ્રોજેક્ટ માટે કુલ મૂડીરોકાણ આશરે રૂ. 65 કરોડ હોવાનો અંદાજ છે અને કંપની પ્રોજેક્ટ માટે 60% સબસિડી માટે પાત્ર છે. કંપની ફેબ્રુઆરી 2023માં વાડા ફેસિલિટીમાંથી વ્યાપારી કામગીરીની અપેક્ષા રાખે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.