Western Times News

Gujarati News

માતરીયા તળાવની ૪ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે

(પ્રતિનિધિ) ભરૂચ, માય લિવેબલ ભરૂચ હેઠળ હવે શહેરની મધ્યમાં આવેલા માતરિયા તળાવની રૂપિયા ૪ કરોડના ખર્ચે કાયાકલ્પ કરી તેને વધુ મનમોહક અને મનોરંજક શહેરીજનો માટે બનાવવામાં આવી રહ્યું છે. ભરૂચ – અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ભરૂચ શહેરના માતરિયા તળાવને સમાવી લેવાયું છે. જીલ્લા કલેકટર ડૉ.તુષાર સમુરાની માય લિવેબલ ભરૂચ પહેલ હેઠળ CSR ફંડ માંથી માતરિયાને વન ડે પારિવારિક પીકનીક પોઈન્ટ માટે વિકસાવાઈ રહ્યું છે.જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા તંત્ર પણ માતરિયા લેક ગાર્ડનના રી ડેવલોપમેન્ટમાં સહભાગી બન્યા છે.

જીલ્લા કલેકટર ડૉ.તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શહેરીજનો માતરિયા તળાવ ગાર્ડન ખાતે શનિ અને રવિવાર તેમજ રજામાં પરિવાર સાથે આંનદ-પ્રમોદ માણી શકે તે માટે સલામતી સાથે સુવિધાઓ ઉભી કરાઈ રહી છે.હાલ માતરિયા તળાવ સવારે ૫ થી ૮ અને સાંજે ૫ થી ૮ કલાક જ ખુલ્લું રહે છે.જે આગામી સમયમાં નવા આકર્ષણો સાથે સવારે ૫ થી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

રૂપિયા ૪ કરોડના ખર્ચે માતરિયા તળાવ ગાર્ડનને ફરતે બાઉન્દ્રી કરી તેને સલામત કરાશે.સમગ્ર માતરિયા તળાવ પ્રોજેકટમાં ૨૪ કલાક સિક્યોરિટી રહેવા સાથે જ CCTV થી સમગ્ર ગાર્ડન આવરી લેવાશે.તો અહીં એક કરોડના ખર્ચે લાઈટિંગ, ફૂડ કોર્ટ, ટોઈલેટ,ફોરેસ્ટ ટ્રેઈલ,એમ.પી થિયેટર,બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો, જાેગિંગ ટ્રેક, ગાર્ડનીગ, રોમન ગેટ સહિતને આવરી લેવાયું છે.જેના પગલે શહેરીવાસીઓની વન ડે પારિવારિક પીકનીક વધુ યાદગાર બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.