Western Times News

Gujarati News

લીડરશીપ સેમિનાર આર્ટ ઓફ લીડિંગ યોજવામાં આવ્યો

(પ્રતિનિધિ) દાહોદ, લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨.એફ.૧ દ્વારા દાહોદ મુકામે બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સિલિંગ હોલમાં ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨.એફ.૧ ના ઉત્સાહી જિએલટી કો.ઓડીનેટર લાયન દિપક સુરાના દ્વારા લીડરશીપ સેમિનાર આર્ટ ઓફ લીડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના ચીફ એડવાઈઝર લાયન જયેશ દલાલ ના માર્ગદર્શન મુજબ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિનેશ સુથાર દ્વારા સેમિનારને દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ધઘાટીત કરવામાં આવેલ મુખ્ય મહેમાન તરીકે લા.રમેશ પ્રજાપતિ ઇન્ટરનેશનલ ડિરેક્ટર એન્ડોસી અને ગેસ્ટ ઓફ ઓનર લાયન વિજયસિંહ ઉમટ વિડીજી ૧ લાયન મનોજ પરમાર વિડીજી ૨ ની ઉપસ્થિતિમાં સેમિનાર પંચમદાના લાયન મિત્રોને લીડરશીપની ટ્રેનિંગ આપવા ફેકર્લ્ટી તરીકે લાયન જે.પી ત્રિવેદી, આઈપીએમસીસી લાયન કૃષ્ણકાન્ત દેસાઈ, આઈપીડીજી દ્વારા ખુબજ સરસ રીતે લીડરશીપ અંગે ના પાઠ શીખવવામાં આવેલ હતું.

રીજીયન ૩ માં યોજાયેલ આ સેમિનારમાં રીજીયન ચેરમેન લા.કેતન દવે, ઝોન ચેરમેન લા.શબ્બીર ઘડિયાળી, લા.ઇન્દ્રવદન પરમાર, લા.નીતિન શાહ ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લા.યુસુફી કાપડિયા, લા.દિપક શાહ, લા.રિઝવાન મુલતાની, લા.કમલેશ લીમ્બાચીયા, લા.મહેન્દ્ર જૈન, લા.સોનલ દેસાઈ સાથે પંચમહાલ મહીસાગર દાહોદ વિસ્તારની તમામ લાયન્સ ક્લબના પ્રમુખ મંત્રી ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન મેમ્બર્સ સાથે ૧૦૦ જેટલાં લાયન મિત્રોની ઉપસ્થિતિમાં આર્ટ ઓફ લીડિંગના લીડરશીપ સેમિનારનું સફળ આયોજન લાયન દિપક સુરાના ડિસ્ટ્રિક્ટ જીએલટી કો.ઓરડીનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં તેમના દ્વારા આ ત્રીજા લીડરશીપ સેમિનારનું સફળ આયોજન દાહોદ મુકામે કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.