શ્રદ્ધા દોસ્તના ઘરે ગઈ તો આફતાબે કરી હત્યા

નવી દિલ્હી, શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસે મંગળવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે જણાવ્યું કે, ૬૬૨૯ પેજની ચાર્જશીટમાં ૧૫૦થી પણ વધુ લોકોનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે. ચાર્જશીટમાં પોલીસે શ્રદ્ધાની હત્યા વિશે જણાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હત્યાના દિવસે ૧૮ મેા રોજ શ્રદ્ધા પોતાના એક દોસ્તમને મળીને મહરોસી સ્થિત ભાડાના મકાનમાં આવી હતી.
એનાથી તેનો લિવ ઈન પાર્ટનર અને હત્યાનો આરોપી આફતાબ પૂનાવાલા ખુશ નહોતો. બસ આ જ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આફતાબે પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આફતાબે શ્રદ્ધાની લાશને કરવત અને ચાકુથી કાપ્યા હતા અને ૩૫ ટૂકડાં કર્યા હતા.
પછી મહરોલી, ગુરુગ્રામ અને મહારાષ્ટ્રના જંગલોમાં સગેવગે કર્યા ગતા. મોટાભાગના કાપેલાં ટૂકડાં તેણે મહરોલી-છતરપુરના જંગલોમાં ફેંક્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાને બનાવવામાં આવ્યો છે. મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ અવિરણ શુક્લાએ તપાસ અધિકારીને પૂછ્યું કે ચાર્જશીટ કેટલાં પાનાની છે. જવાબ મળ્યો કે ૬૬૨૯ પાનાની. એના પર તેઓએ કહ્યું કે, આ તો બહુ મોટી વાત છે.
આખરે તમે આજે ચાર્જશીટ દાખલ કરી જ દીધી. એ પછી કોર્ટે આફતાબની જ્યુડિશિયલ કસ્ટડીને બે અઠવાડિયા સુધી વધારી દીધી હતી. આરોપીને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે નિર્દેશ કર્યો છે કે તેઓ પોલીસના ફાઈનલ રિપોર્ટ પર ૭ ફેબ્રુઆરીના રોજ વિચાર કરશે અને એ જ દિવસે આરોપીને વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
આ દરમિયાન આફતાબે તેના વકીલને પણ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગઈ વખતે સુનાવણીઓ પર આરોપી તરફથી એડવોકેટ એમ.એસ. ખાન રજૂ થયા હતા. આફતાબ ઈચ્છે છે કે દરેક પંદર દિવસે તેઓ એકવાર જરુર મળે.
જ્યારે તેઓ છેલ્લાં એક મહિનાથી તેને મળ્યા નથી. ખાને દાવો કર્યો કે તેઓ જલ્દી જેલમાં જઈને આફતાબને મળશે. આ મામલે જાેઈન્ટ પોલીસ કમિશનર મીનુ ચૌધરીએ જણાવ્યું કે મંગળવારે પોલીસે કોર્ટમાં શ્રદ્ધા મર્ડર કેસ મામલે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
મુંબઈ પોલીસે મહરોલી પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા ગુમ થઈ હોવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. આ કેસની તપાસ કરતા દિલ્હી પોલીસે શ્રદ્ધાના પિતાનુ નિવેદન લીધુ તુ. એના આધારે શ્રદ્ધાના અપહરણનો ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ સામે આવ્યું કે, શ્રદ્ધા છેલ્લીવાર મહરોલી વિસ્તારમાં જાેવા મળી હતી. તે પોતાના દોસ્ત આફતાબ પૂનાવાલા સાથે અહીં રહેતી હતી.SS1MS