Western Times News

Gujarati News

ભૂલ માટે ઈશાનને ક્યારેય માફ નહીં કરે રોહિત શર્મા

નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ મેચ પણ ભારતે જીતીને સીરિઝ ૩-૦થી પોતાના નામે કરી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કરતાં ભારતે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની સદીની મદદથી ૯ વિકેટ પર ૩૮૫ રન બનાવ્યા હતા અને તેની સામે વિરોધી ટીમ ૨૯૫ રન જ બનાવી શકી હતી.

આ સાથે જ ભારત વનડે રેંકિંગમાં ટોપ પર પહોંચી ગયું છે, આ પહેલા કિવી નંબર વન પર હતું. મેચ દરમિયાન વિકેટ કીપર ઈશાન કિશન સૌથી વધારે ચર્ચામાં રહ્યો, જેણે પોતાની ટીમ માટે સદી ફટકારનારા ડેવોન કોન્વેનો એક સરળ સ્ટમ્પિંગ છોડી દીધો હતો.

ઈશાને જ્યારે કોન્વેને જીવનદાન આપ્યું ત્યારે તે ૪૮ બોલમાં ૫૭ રન પર હતો. ૧૬મી ઓવરના અંતિમ બોલમાં યુઝવેન્દ્ર ચહલે એક વિકેટ માટે સરળ તક આપી હતી. ચહલના આ બોલ પર કોન્વેએ મિડ-વિકેટની દિશામાં શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલનો બેટ સાથે સંપર્ક થઈ શક્યો નહીં.

આ દરમિયાન જ્યાં સુધી ઈશાન બોલને સ્ટમ્પિંગ માટે પકડી શકે તે પહેલા છટકી ગયો હતો. તેવામાં કોન્વેએ દોડીને એક રન બનાવી લીધો હતો. ઈશાને સ્ટમ્પિંગ છોડતા ચહલની સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ગુસ્સામાં જાેવા મળ્યો. કારણ કે, તેમને જાણ હતી કે ટીમ માટે કોન્વેની વિકેટ કેટલી મહત્વની હતી.

જીવનદાન મળ્યા બાદ તેણે માત્ર ૭૧ બોલમાં સદી મારી હતી. તે અહીંયા અટક્યો નહીં અને બાદમાં સતત બોલરોની ખબર લેતો રહ્યો. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને શુભમન ગિલે કમાલનું પ્રદર્શન કર્યું અને પહેલી વિકેટ માટે ૨૧૨ રનની ભાગીદારી કરી.

આ દરમિયાન રોહિત શર્માએ વનડે ક્રિકેટમાં ૩૦મી સદી ફટકારી અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોંટિંગની વનડેમાં ૩૦ સદીની બરાબરી કરી. રોહિત બાદ શુભમન ગિલે સદી ફટકારી અને ૧૧૨ રન બનાવી આઉટ થયો. આ સીરિઝમાં બેવડી સદી બાદ તેની આ સૌથી મોટી ઈનિંગ હતી. અંતમાં હાર્દિક પંડ્યાએ પણ કમાલ કરી અને ૩૮મા બોલમાં ૫૪ રન બનાવી ૫૦ ઓવરમાં ભારતનો સ્કોર ૩૮૫ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.