Western Times News

Latest News from Gujarat India

પુરુષો બને ડિપ્રેશનનો શિકાર, તો લાઈફસ્ટાઈલમાં લાવો આ ફેરફાર

પુરુષોએ ડિપ્રેશનથી બચવું હોય તો તેમની લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવો જાેઈએ. એવો ચેન્જ કે જે મેન્ટલ હેલ્થને બનાવે સ્ટ્રોંગ ‘મર્દ કો દર્દ નહી હોતા, લડકે કભી રોતે નહીં..’ આવા કેટલાક ડાયલોગ છે જેને પુરુષોની મર્દાનગીનું સર્ટિફિકેટ ગણવામાં આવે છે. કયા આધારે આવી વાત કરી હશે એનો કોઈ પુરાવો નથી, પણ ચિકિત્સા વિજ્ઞાનથી માંડીને મનોવિજ્ઞાન સુધી ક્યાંય એવું સાબિત ન થઈ શકે કે પુરુષને પીડા ન થાય. એક સામાજિક પ્રાણી કે જે બધી લાગણીઓ અનુભવી શકતું હોય એને જાે કોઈ પીડા કે દુઃખ ન થાય, તે રડે નહી તો પછી તે નોર્મલ કેવી રીતે કહેવાય !

માનસિક રોગ વિશેષજ્ઞનું માનીએ તો પુરુષોને પણ સ્ત્રીઓની જેમ જ ડિપ્રેશન આવે છે. હા, એમના લક્ષણ અને પીડા વ્યકત કરવાની રીત સ્ત્રીઓ કરતા જુદી હોઈ શકે છે. પિવારની જવાબદારીઓ નિભાવતા ઘણીવાર પુરુષ ખુદ પર ધ્યાન આપવાનું ભુલી જાય છે. આર્થિક અને કૌટુંબિક મુદાને કારણે કયારેક તે ડિપ્રેશનનો શીકાર બને છે. ડિપ્રેશનને કારણે વ્યક્તિ સારી રીતે ઉંઘી શકતી નથી, ભુખ ઓછી લાગે અથવા જરૂર કરતા વધારે ખાવા માંડે, કોઈ કામમાં મન નથી લાગતું, પુરુષોએ ડિપ્રેશનથી બચવું હોય તો તેમની લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવો જાેઈએ. એવો ચેન્જ કે જે મેન્ટલ હેલ્થ બનાવે સ્ટ્રોંગ.

ના કહેતા શીખો ઃ ઘણીવાર ડિપ્રેશનનું કારણ શારીરિક નહી, પણ માનસિક સમસ્યા હોય છે એવું બની શકે કે અંગત કે પ્રોફેશનલ લાઈફમાં પ્રેશરને કારણે ડિપ્રૈશન લાગુ પડે. આ તણાવથી બચવા માટે ના કહેતા પણ શીખવું જાેઈએ. ઘણીવાર એવી બાબતોએ પુરી કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી આપણે સંમત નથી હોતા. આ ડિપ્રેશનનું જ એક સૌથી મોટું કારણ છે તમારી લાઈફસ્ટાઈલથી આ ટેવને દૂર રાખો.

ખુદ પર ધ્યાન આપો ઃ પુરુષોએ ડિપ્રેશનના લક્ષણોથી બચવા માટે ખુદ પર ધ્યાન આપવું જરૂરી છે. તમારી જીવનશૈલીમાં થોડો સમય ખુદ માટે પણ આપો. ઉંઘ પુરી કરો, હેલ્ધી ડાયટનું સેવન કરો, એવી દરેક બાબતમાં ભાગ લો જેમાં તમને રસ પડતો હોય, ખાસ કરીને પુરુષો પોતાના કામની સાથે આગળ વધે છે અને તેમની હોબી પાછળ છુટી જાય છે. દરેકને કોઈ ને કોઈ ક્રિએટિવિટીનો શોખ હોય છે એ શોખને વિકસાવો અને તમારો મૂડ ચેન્જ કરો.

હેલ્થ ચેકઅપ ઃ પુરુષો મોટાભાગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખતા હોય છે. આમ કરવાથી સ્વાસ્થ્ય બગડે છે હેલ્થ ચેકઅપ નહી કરાવવાથી બીમારીઓ વધી જાય છે એની ખરાબ અસર ડિપ્રેશન પણ છે. એવી ઘણી બીમારીઓ કે જે ડિપ્રેશનને આમંત્રણ આપે છે. હ્ય્દયની બીમારી, કેન્સર, ડાયાબિટીસ આવી કોઈ બીમારી થાય ત્યારે ડિપ્રેશનના લક્ષણો જાેવા મળે છે.

મિત્રો અને પરિવાર સાથે રહો ઃ ઘણીવાર કામકાજને લીધે પરિવાર અને મિત્રોથી દૂર રહેવાને કારણે પુરુષોમાં ડિપ્રેશન જાેવા મળે છે. સ્વજનોથી દૂર રહેવાને લીધે સુખ-દુઃખ વહેંચનારું કોઈ હોતું નથી. આ સ્થિતિમાં વ્યક્તિ ડિપ્રેશનનો શિકારબને છે, જાે તમે એકલતા અનુભવતા હો તો તમારા દોસ્ત કે પરિવાર સાથે વાતચીત કરો, તમે તમારી તકલીફ એ લોકો સાથે શેર કરો. આમ કરવાથી તમારી પીડા ઓછી થશે અને તમે હળવા બની જશો.

આલ્કોહોલથી રહો દૂર ઃ પુરુષોમાં ડિપ્રેશનના લક્ષણો દેખાય કે તરત જ ડોકટરની સલાહ લેવી જાેઈએ, આ ઉપરાંત આલ્કોહોલ કે અન્ય વ્યસનોથી પણ દૂર રહેવું જાેઈએ. તાત્કાલિક આ ટેવ બદલવી જાેઈએ. લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે. આલ્કોહોલને કારણે વ્યક્તિમાં ડિપ્રેશન અને એગ્ઝાયટી લક્ષણો જાેવા મળે છે.

પુરુષોમાં ડિપ્રેશનનાં કારણો ઃ એ વાત સાચી કે વ્યક્તિ મુજબ ડિપ્રેશનના કારણો પણ જુદાં હોય છે. પુરુષો માટે પણ ડિપ્રેશન માટે એક નહી, ઘણાં કારણો જવાબદાર બને છે. એમાં એકલતા અને સામાજિક સમર્થનની અભાવ, આલ્કોહોલનું વધારે પડતું સેવન, બેરોજગારી, દબાણ, અસંતોષ, આઘાતજનક ઘટના પીડાભરી પરિસ્થિતિ, કટોકટી આવા અનેક કારણો જવાબદાર છે. આ ઉપરાંત સતત કામ કરતા રહેવાને કારણે પણ ઘણી વાર ડિપ્રેશન આવે છે, અપુરતી ઉંઘ, ભારે ઉદાસી અને થાકની લાગણી અનુભવાય ત્યારે પણ કેટલાક પુરુષો ડિપ્રેશનનો ભોગ બને છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers