Western Times News

Gujarati News

જોશીમઠમાં જમીનની અંદર ૫૦ મીટર સુધી ઊંડી તિરાડો

નવી દિલ્હી, જે માટીએ પથ્થરોને જકડી રાખ્યા છે. આ માટી પાણીની સાથે વહી ચૂકી છે. પથ્થરોની નીચેનો ભાગ પોલો થઈ ચૂક્યો છે. જાેશીમઠમાં જમીન ધસી રહી છે. ત્યારે તેનો એક મોટો ભાગ પોલો થઈ ચૂક્યો છે. પાણીની સાથે મોટી સંખ્યામાં માટી વહી ગઈ છે.

અત્યાર સુધીમાં લગભગ ૪૬૦ જગ્યાએ જમીનની અંદર ૪૦થી ૫૦ મીટર સુધી ઊંડી તિરાડો જાેવા મળી છે. ત્યારે આવી સ્થિતિમાં ભૂસ્ખલનથી પ્રભાવિત ૩૦ ટકા ભાગ ગમે ત્યારે ધસી શકે છે.

એટલા માટે આ વિસ્તારમાંથી લગભગ ૪૦૦૦ અસરગ્રસ્તોને તરત વિસ્થાપિત કરવા સિવાય બીજાે કોઈ વિકલ્પ નથી. જે મકાનો અસરગ્રસ્ત થયા છે તેમને પણ ટૂંક સમયમાં ધ્વસ્ત કરવા પડશે. આ ખુલાસો કેન્દ્રીય તપાસ એજન્સીઓના પ્રાથમિક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ નેશનલ ડિઝાસ્ટર મેનેજમનેટ ઓથોરિટીને સુપરત કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, NDMAએ બુધવારે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં પોતાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તપાસના અંતિમ રિપોર્ટ બાદ જાેશીમઠની તસવીર વધુ ભયાનક બની શકે છે. જાેશીમઠમાં મોટુ સંકટ આવી શકે એવી શક્યતા છે. સૌથી ચોંકાવનારો રિપોર્ટ પાણીની લીકેજ પર નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હૈદરાબાદનો છે.

તપાસમાં સામે આવ્યું કે, ૪૦થી વધુ જગ્યાએ ૪૦થી ૫૦ મીટર ઊંડી તિરાડો છે. જાેશીમઠના ઢોળાવવાળા પહાડો કાટમાળના ઢગલાં પર બનેલાં છે. જે માટીએ પથ્થરોને જકડી રાખ્યા છે. આ માટી પાણીની સાથે વહી ચૂકી છે. પથ્થરોની નીચેનો ભાગ પોલો થઈ ચૂક્યો છે. એટલા માટે ભાર સહન કરવાની ક્ષમતા ધીરે ધીરે ખતમ થઈ રહી છે. સીબીઆરઆઈએ વિસ્થાપન માટે ત્રણ સાઈટ પણ જાેઈ રાખી છે.

રાજ્ય સચિવાલયે બુધવારે થયેલી બ્રીફિંગમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ ડૉ. રંજીત સિન્હાએ જણાવ્યું કે, આ મામલે સીબીઆરઆઈને નોડલ એજન્સી બનાવવામાં આવી હતી. જેણે તમામ સંસ્થાઓના રિપોર્ટનું પરિક્ષણ કરીને તેને એનડીએમએને મોકલ્યું છે. હવે એનડીએમએ તેનું વિશ્વેષણ કરશે. એ પછી જ રિપોર્ટ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને મોકલવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સર્વેમાં સામે આવ્યું છે કે, ભૂસ્ખલનવાળા વિસ્તારોમાાં ૪૦૦૦ નહીં પરંતુ ૨૫૦૦ મકાનો છે અને તેમાં રહેતા ૪૦૦૦ લોકો અસરગ્રસ્ત છે. ત્યારે તિરાડોવાળા ૩૦ ટકા મકાનો તરત ધ્વસ્ત કરવા માટે ભલામણ કરવામાં આવી છે. જ્યારે બાકીના મકાનોને રિટ્રોફિટિંગની શક્યતાઓ તપાસવા માટે સલાહ આપવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.