Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૨૫ કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો  ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેના સ્વાગત ગીત અને બોટાદ ગીતે બોટાદવાસીઓને ઘેલા કર્યાં

ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો  ‘ધન્ય ધરા બોટાદ’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૨૫ કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.

G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ – ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા – એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે

અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers