Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઓલરાઉન્ડર અક્ષય પટેલના મેહા પટેલ સાથે લગ્ન થયા

અમદાવાદ, આજકાલ ભારતમાં ક્રિકેટ અને સાથે લગ્ન બંનેની સીઝન ચાલી રહી છે, એક બાજુ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ સામે મેચ રમી રહી છે તો બીજી બાજુ ઇન્ડીયન ટીમના પ્લેયર્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. કેએલ રાહુલ બાદ ગઈકાલે ૨૬ જાન્યુઆરીએ અન્ય એક ઓલરાઉન્ડર ક્લીન બોલ્ડ થયો છે. અક્ષર પટેલે તેની ગર્લ ફ્રેન્ડ મેહા પટેલ સાથે ફેરા લીધા હતા.

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે ગુરુવારે વડોદરામાં મેહા પટેલ સાથે ગઈકાલે લગ્નના બંધનમાં બંધાયા હતા. ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર તેના લગ્નને લીધે ન્યુઝીલેન્ડ સામે રમાયેલ વનડે સીરીઝમાં ભાગ લઈ શક્યા ન્હોતા. જાે કે અક્ષરે ખુબ જ ખાનગી રીતે આ લગ્ન વિધિ પતાવી હતી, તેમણે તેમન લગ્નને લગતા કોઈ પણ ફોટો કે વિડીઓ સોશ્યલ મીડિયા પર શેર કર્યા ન હતા, પરંતુ તેમના કેટલાક ફેન્સે તેમના લગ્નની તસ્વીરો શેર કરી હતી.

મેહા અને અક્ષર ઘણા લાંબા સમયથી રીલેશનમાં હતા. ઉલ્લેખનીય છે કે મેહા પટેલ એક ડાયેટીશીયન અને ન્યુટ્રીશીયન છે અને તે સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટીવ છે, ઘણી વાર તે ડાયેટ પ્લાન શેર કરતી હોય છે. જાે કે કાલે તેમના લગ્ન બાદ પણ મેહા પટેલે જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર લગ્નની તસ્વીરો શેર કરી હતી. રવીન્દ્ર જાડેજાને ઈજા થયા બાદ અક્ષર પટેલ સતત ટીમ ઇન્ડિયાનો ભાગ રહ્યા છે, પોતાની બોલિંગ સ્કીલ માટે ચર્ચામાં રહેનાર અક્ષરે આ વખતે તેની બેટિંગ સ્કીલ્સથી પણ લોકોને પ્રભાવિત કર્યા હતા. લગ્ન પછી અક્ષર પટેલ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ સીરીઝથી પાછા ફરશે. જાે કે રવીન્દ્ર જાડેજા પણ હવે રીકવર થઈને ફીટ થઇ ગયા છે ત્યારે આવનારા સમયમાં અક્ષર માટે ટીમ ઇન્ડિયામાં સ્થાન જાળવી રાખવું અઘરું થઈ શકે છે. અક્ષર પટેલના લગ્નના આ વિડીઓ જેમાં દુલ્હા બનેલા અક્ષર નજરે પડે છે તે હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers