Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભવન્સ કૉલેજ ડાકોરમાં ૭૪માં પ્રજાસતાકદિનની ઊજવણી કરાઈ

(પ્રતિનિધિ) ડાકોર, ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્ર સંચાલિત ભવન્સ કૉલેજ ડાકોરમાં ૭૪માં પ્રજાસતાક દિનની ઊજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રી રાજેશભાઈ પટેલ(રાધીભાઈ) ઉપપ્રમુખ ડાકોર નગરપાલિકા,નાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભવન્સ કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ.ટી. આર. ત્રિવેદીએ રાષ્ટ્રીયપર્વનો વિશેષ સંદેશ પાઠવ્યો હતો. આર્ટ્‌સ વિભાગના કૉ-ઓર્ડીનેટર ડૉ.એ.કે. ચૌધરીએ મહેમાનોનો આવકાર પરિચય કરાવી રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં પ્રાર્થના અને દેશભક્તિ ગીતની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમની આભારવિધિ વિધિબેન દવેએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ડાકોર નગર પાલિકાના સભ્યો, ડાકોર ગામના નાગરિકો તેમજ ભવન્સ કૉલેજ-અનુસ્નાતક વિભાગના ઇન્ચાર્જ ડૉ. વિરલ પટેલ, તમામ અધ્યાપકશ્રીઓ, આઈ.ટી.આઈ. વિભાગનાં તમામ કર્મચારીઓ, ભવન્સ ઇંગલિશ મીડિયમ સ્કૂલના તમામ અધ્યાપકશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers