Western Times News

Gujarati News

દમણ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ મૈત્રી પટેલે પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવ્યો

(પ્રતિનિધિ) દમણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ મૈત્રી જતીન પટેલે ૭૪માં પ્રજાસત્તાક દિન અને વિલીનીકરણ-દિનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો અને દમણની જનતાને શુભેચ્છા પાઠવી હતી. જી. પં.ના ઉપપ્રમુખ મૈત્રી પટેલે ધ્વજવંદન બાદ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ દેશ આઝાદ થયો હતો. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ, જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું, ત્યારે દેશ તેના પોતાના કાયદા દ્વારા સંચાલિત પ્રજાસત્તાક બન્યો. તેમણે કહ્યું કે ૧૯મી સદીમાં અમેરિકા આગળ હતું. ૨૦મી સદીમાં ચીન આગળ હતું. ભારત ૨૧મી સદીનું નામ છે.

આજે ભારત વિશ્વના ટોપ ટેન દેશોમાં સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણો દેશ દરેક જગ્યાએ પ્રગતિ કરી રહ્યો છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ દમણ-દીવ અને દાદરા અને નગર હવેલી શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. એક ભારતીય નાગરિક તરીકે આપણે આપણી નાગરિક ફરજાે બજાવીને દેશના વિકાસમાં નૈતિક સહયોગ આપવો જાેઈએ. ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસના આ કાર્યક્રમમાં સીઈઓ આશિષ મોહન, બીડીઓ રાહુલ ભીમરા, મદદનીશ શિક્ષણ નિયામક કાનન, મદદનીશ ઈજનેર કાંતિભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો- સિમ્પલબેન પટેલ, રીનાબેન પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, જાગૃતિબેન પટેલ, સુનિતાબેન હળપતિ, વર્ષિકાબેન પટેલ, સુનિતાબેન હળપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પટેલ, યોગેશભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, સદાનંદભાઈ મીતના, દિનેશભાઈ ધોડી, જિલ્લા પંચાયત સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જી. પં ના ઉપપ્રમુખ મૈત્રી પટેલે ધ્વજારોહણ કરતા પહેલા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતા. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું અને પં.ના ઉપપ્રમુખે ધ્વજને સલામી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.