Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તાજેતરમાં પદ્મશ્રી જાહેર થયેલા કલાકારોનું વિશેષ સન્માન

આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શ્રી ભાનુભાઈ ચિતારા અને શ્રી પરેશભાઈ રાઠવાને બિરદાવ્યા

અમદાવાદના શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી- કર્મચારીઓના સન્માનની સાથોસાથ તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ માટે જેમના નામોની જાહેરાત કરાઈ છે

તેવા શ્રી ભાનુભાઈ ચિતારા અને શ્રી પરેશભાઈ રાઠવાનું સન્માન  આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ અને કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને કલેક્ટરશ્રી ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં દાયકાઓથી કલમકારી થકી ‘માતાની પછેડી’ સહિતની અનેક કલાકૃતિ તૈયાર કરનાર શ્રી ભાનુભાઈ ચિતારા અને પરંપરાગત આદિજાતિ સમુદાયની ‘પીઠોરા’ કળાને જીવંત રાખનાર શ્રી પરેશભાઈ રાઠવાને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ મંત્રીશ્રી અને હાજર સહુ મહાનુભાવોએ બિરદાવ્યા હતા. સાથોસાથ મંત્રીશ્રીએ આ બન્ને કલાકારોની કલાકૃતિઓને રસપૂર્વક નિહાળી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers