Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભાઈ-ભાભીના દબાણથી ભત્રીજી 14 વર્ષ પિતાથી અળગી રહીઃ પિતા પર પુત્રીના ગંભીર આક્ષેપો

કાકા-કાકીના દબાણથી પુત્રીએ પિતા સામે નોંધાવી રેપની ખોટી ફરિયાદ -આખરે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને એ ક્વોશિંગ પિટિશનને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી

અમદાવાદ,  શહેરના રામોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પુત્રીએ પોતાના જ પિતા સામે રેપની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પુત્રીએ ૨૦૦૮માં પોતાના પિતા સામે નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જાે કે, ૧૪ વર્ષ સુધી પોલીસ પિતાને શોધી શકી નહોતી. આખરે પોલીસે એ સમરી ભરી દીધી હતી. તો બીજી તરફ, કાકા અને કાકીના દબાણથી પુત્રીએ ખોટી ફરિયાદ નોંધાવી હોવાનો મુદ્દો ઉભો કરીને હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે પોલીસને નોટિસ ઈશ્યૂ આપી હતી.

જે બાદ પોલીસે આરોપી પિતાને શોધીને જેલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ, કોર્ટે ક્વોશિંગ પિટિશન મંજૂર કરતા આખરે પિતાનો છૂટકારો થયો હતો. શહેરના રામોલ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય પુત્રીએ ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ પોતાના સગા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, તેની માતા નાનપણમાં જ ગુજરી ગયા હતા. જે બાદ તે તેના કાકા અને કાકી સાથે રહેતી હતી. જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે તેના પિતાએ અનેકવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પુત્રીની આ ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને પિતાની શોધખોળ આદરી હતી.

જાે કે, પિતા આ દરમિયાન પલાયન થઈ ગયા હતા. પોલીસે આરોપી પિતાની શોધખોળ કરી પરંતુ તેમની કોઈ ભાળ મળી નહોતી. આખરે પોલીસે એ સમરી મેટ્રો કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે આ સમરી પણ મંજૂર કરી હતી. એ પછી પુત્રીએ ૨૦૧૬માં કાકા-કાકીએ માર મારીને પિતા સામે ખોટી ફરિયાદ કરી હોવાની પ્રાઈવેટ ફરિયાદ કરી હતી.

તેને ૨૦૨૧માં પિતા સામે ખોટી ફરિયાદ કરી હોવાનો અહેસાસ થયો હતો. જે બાદ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ સમયે પણ પોલીસ પિતાને શોધી શકી નહોતી. એક દિવસ પોલીસને જાણવા મળ્યું કે, આરોપી અમદાવાદમાં છે. એટલે પોલીસે આરોપી પિતાને ઝડપી પાડીને જેલમાં ધકેલી દીધા હતા.

આ મામલે પોલીસે ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી હતી. બીજી તરફ, આરોપી પિતા તરફથી એડવોકેટ મો.અસદ હુસેની હાજર રહ્યા હતા અને ખોટી ફરિયાદ હોવાથી ક્વોશિંગ પિટિશન મંજૂર કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ કોર્ટે આખી ફરિયાદ રદ્દ કરી હતી અને ક્વોશિંગ પિટિશનને મંજૂરી આપતા પિતાનો છૂટકારો થયો હતો.

તો વકીલ મો.અસદ હુસેનીએ જણાવ્યું કે, જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે ફરિયાદી સગીર હતી. કાકા-કાકીના દબાણ બાદ તેણે ફરિયાદ કરી હતી. મેડિકલ તપાસમાં પણ કોઈ પુરાવો આવ્યો નહોતો. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ પિતા નિર્દોષ હોવાનું ખૂલ્યું હતું.

ફરિયાદના ૧૪ વર્ષ બાદ પુત્રીને અહેસાસ થયો કે તેણે ખોટુ કર્યુ છે. એટલે તેણે ફરિયાદ ક્વોશ કરવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers