Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પઠાણ જોવા ગયેલા પ્રેક્ષકોએ હોબાળો કર્યો, કેન્ટીનમાં લૂંટ ચલાવી

થિયેટર અને કેન્ટિન છોડીને ભાગ્યા કર્મચારી -રાજસ્થાનના કોટામાં ફિલ્મ પઠાન જાેવા ઉમટી ભીડ-સિનેમા હોલની અંદર ભારે હોબાળો થયો હતો. પ્રેક્ષકોએ બૂમો પાડી હતી અને કેન્ટીનની અંદર પણ લૂંટ ચલાવી હતી

મુંબઈ,  રાજસ્થાનના કોટામાં ‘પઠાન’ ફિલ્મ જાેવા માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. ત્યારે શાહરૂખ ખાનના પ્રેક્ષકોના ડરથી કર્મચારીઓ થિયેટર અને કેન્ટીનમાંથી ભાગી ગયા હતા. રાજસ્થાનના કોટા શહેરમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’ના શો દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે.

આ સમગ્ર ઘટના નટરાજ સિનેમા હોલની છે. ફિલ્મ જાેવા માટે અહીં આવેલી બેકાબૂ ભીડે હોબાળો મચાવ્યો હતો અને કેન્ટિનમાંથી સામાન લૂંટી લીધો હતો. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન જાેવા માટે ભીડે કોટામાં હોબાળો મચાવી દીધો હતો.

આ હોબાળો ફિલ્મની રિલીઝ પહેલા થયેલા વિવાદ કરતા અલગ હતો. અહીં ફિલ્મ જાેનારાઓનો ધસારો હતો. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કોટા સ્ટેશન વિસ્તારમાં સ્થિત નટરાજ સિનેમા હોલનો છે.

અહીં ગુરુવારે ફિલ્મ પઠાન માત્ર ૧૦ મિનિટ ચાલી હતી. ત્યારબાદ સિનેમા હોલની અંદર ભારે હોબાળો થયો હતો. પ્રેક્ષકોએ બૂમો પાડી હતી અને કેન્ટીનની અંદર પણ લૂંટ ચલાવી હતી. સિનેમા હોલનું વહીવટીતંત્ર હાજર ન હોવાથી લોકોએ વધુ હોબાળો મચાવ્યો હતો.

આ દરમિયાન કેટલાક લોકોએ કેન્ટીનમાંથી સામાન પણ લૂંટ્યો હતો. સ્થળ પર સ્ટાફ ન હોવાને કારણે પ્રેક્ષકોએ તેમના રિફંડની માગણી કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હોવાનું કહેવાય છે. લોકોની સલાહ લેવામાં આવી હતી. લાંબી ચર્ચા બાદ રિફંડના મુદ્દા પર સહમતિ બની હતી. પછી હોબાળો શાંત થઈ ગયો હતો.

આ ઘટના ગુરુવારની જણાવવામાં આવી રહી છે. શાહરુખ ખાનની છેલ્લી મૂવી ‘ઝીરો’ વર્ષ ૨૦૧૮માં રીલિઝ થઈ હતી અને તે મહાફ્લોપ સાબિત થઈ હતી. તે પછી શાહરુખ કેમિયો રોલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળ્યો હતો. હવે ‘પઠાન’થી તેણે સિલ્વર સ્ક્રીન પર પુનરાગમન કર્યું છે. તેની પાસે રાજકુમાર હિરાનીની ‘ડંકી’ અને સાઉથના ડાયરેક્ટર એટલીની ફિલ્મ ‘જવાન’ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers