Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાત યુનિવર્સિટીમાં CCCની પરીક્ષા પણ મોકૂફ

Gujarat Univercity CCC exam cancelled

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, એક તરફ પેપર લીકની ઘટના બનતા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી સીસીસીની પરીક્ષા પણ અચાનક મોકુફ રાખવાનો ર્નિણય લેવામાં આવતા પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં નારાજગી ફેલાઈ હતી.

ઈલેક્ટ્રીસીટી બંધ હોવાના કારણે પરીક્ષા યોજાશે નહીં, તેવું કહેવામાં આવતા વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને પરીક્ષા આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું. હવે પછી આ પરીક્ષા આગામી ૫ ફેબ્રુઆરીના રોજ લેવાશે. આમ તો ગુજરાતમાં પેપર લીક થવાની ઘટનાની નવાઈ નથી રહી.

પરંતુ રવિવારના દિવસે યોજાયેલી બે મહત્વની પરીક્ષાઓ અચાનક મોકુફ થતાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે નિરાશાનો રવિવાર બની ગયો. પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા ૧૦ લાખ ઉમેદવારો નોંધાયા હતા. જે અચાનક પેપર લીક થવાના કારણે મોકુફ રાખવી પડી.

જાેકે, આ ઉપરાંત અન્ય એક મહત્વની પરીક્ષા એટલે કે સીસીસીની પરીક્ષા પણ તંત્રએ મોકુફ રાખવાની ફરજ પડી હતી. હવે પછી આ પરીક્ષા આગામી ૫ ફેબ્રુઆરી લેવાશે. પરીક્ષા મોકુફ રહેતા નારાજ થયેલા ઉમેદવારોએ જણાવ્યુ કે ગુજરાત યુનિવર્સિટીમાં આવતી ઈલેક્ટ્રીક્સીટીની અંદર શોર્ટ સર્કિટ થતા સમગ્ર યુનિવર્સિટીની ઈલેક્ટ્રીસીટી બંધ થઈ ગઈ છે.

જેના કારણે કમ્પ્યુટર ચાલી શકે તેમ નથી. માટે સીસીસીની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. જાેકે, પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. કારણ કે પરીક્ષા આપવા આવનાર મોટાભાગે ઉમેદવારો જિલ્લા બહારના સેન્ટરના હતા. એક તરફ છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers