Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, પીએમ મોદી સહિત નેતાઓની શ્રદ્ધાંજલિ

નવીદિલ્હી, ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. નાથુરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ત્રણ ગોળી મારીને હત્યા કરી હતી. આજે બાપુની ૭૫મી પુણ્યતિથિ છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

જ્યારે મહાત્મા ગાંધીને ગોળી મારવામાં આવી હતી ત્યારે તેમના મોંમાંથી છેલ્લા શબ્દો નીકળ્યા હતા તે હતા ‘હે રામ’. તમને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે અને આ ગુનાના કાવતરામાં તેમની સાથે રહેલા નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસી આપવામાં આવી હતી. તેમને ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

પીએમ મોદીએ ટિ્‌વટ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા છે. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને લખ્યું કે, હું બાપુને તેમની પુણ્યતિથિ પર નમન કરું છું અને તેમના ઊંડા વિચારોને યાદ કરું છું. દેશની સેવામાં શહીદ થયેલા તમામ લોકોને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમના બલિદાનને ક્યારેય ભૂલવામાં આવશે નહીં અને વિકસિત ભારત માટે કામ કરવાના અમારા સંકલ્પને મજબૂત કરતા રહીશું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બાપુને યાદ કર્યા હતા. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું કે, સ્વદેશી અને આર્ત્મનિભરતાના માર્ગે ચાલીને દેશને આર્ત્મનિભર બનવાની પ્રેરણા આપનારા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. આઝાદીના અમૃતકાળમાં સ્વચ્છતા, સ્વદેશી અને સ્વભાષાના વિચારોને અપનાવીને તેના પર ચાલવું એ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ હશે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પરથી ટિ્‌વટ કરીને બાપુને યાદ કર્યા.

કોંગ્રેસ પાર્ટીએ ટિ્‌વટ કર્યું કે, સમગ્ર વિશ્વને ભારતના મહાન આદર્શોનો પરિચય કરાવનાર તથા સત્ય અને અહિંસાનો પાઠ ભણાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર સત સત નમન. આપણને શાંતિપૂર્ણ આંદોલન, પ્રેમ-ભાઈચારો અને સત્યાગ્રહનો વારસો બાપુ પાસેથી જ મળ્યો છે જેમના માર્ગે આગળ વધીને અમે ભારતને જાેડી રહ્યા છીએ.

મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. મહાત્મા ગાંધીએ તેમનું ઉચ્ચ શિક્ષણ ઈંગ્લેન્ડમાં મેળવ્યું હતું. જાે કે, દેશમાં થઈ રહેલા અત્યાચારોને જાેઈને તેઓ અંગ્રેજ શાસન સામે સ્વતંત્રતા સંગ્રામનો હિસ્સો બની ગયા.

તેમણે ભારતની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જાે કે, દેશ આઝાદ થયાના થોડા મહિનાઓ બાદ જ તેમની હત્યા કરવામાં આવી હતી.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers