Western Times News

Gujarati News

NSE વર્ષ 2022માં સતત ચોથા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્સ એક્સચેન્જ બન્યું

ઇક્વિટી સેગમેન્ટમાં 3જું સૌથી મોટું વૈશ્વિક એક્સચેન્જ બન્યું

ડેરિવેટિવ્સ ટ્રેડ સંસ્થા ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિએશન (એફઆઇએ) દ્વારા જાળવી રાખવામાં આવેલા ટ્રેડિંગ થયેલા કોન્ટ્રાક્ટની સંખ્યાને આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) વર્ષ 2022માં એક વાર ફરી દુનિયાના સૌથી મોટા ડેરિવેટિવ્સ એક્સચેન્જ તરીકે બહાર આવ્યું છે. NSE is the world’s largest derivatives exchange for 4th consecutive year, ranks 3rd largest globally in equity segment in 2022

વળી વર્લ્ડ ફેડરેશન ઓફ એક્સચેન્જીસ (ડબલ્યુએફઇ)એ જાળવેલા આંકડા મુજબ, એનએસઇએ વર્ષ 2022માં ટ્રેડની સંખ્યા (ઇલેક્ટ્રોનિક ઓર્ડર બુક)ની દ્રષ્ટિએ ઇક્વિટી સેગમેન્ટમાં દુનિયામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે, જે અગાઉના વર્ષમાં પ્રાપ્ત કરેલા 4થા સ્થાનથી એક સ્થાનની પ્રગતિ છે.

કેલેન્ડર વર્ષમાં બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ – નિફ્ટી 50 અત્યાર સુધીની સર્વકાલિન ઊંચી સપાટી 18,887.60ની સપાટીને આંબી ગયો હતો. ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ અને કરન્સી ડેરિવેટિવ્સ સહિત મોટા ભાગની પ્રોડક્ટ કેટેગરીઓમાં લિક્વિડિટીમાં મહત્વપૂર્ણ ક્ષમતા જોવા મળી હતી.

કેલેન્ડર વર્ષ 2022માં ઇક્વિટી સેગમેન્ટમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 470 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 51 ટકાનો વધારો છે. કેલેન્ડર વર્ષ 2022માં સેકન્ડરી માર્કેટમાં સોવેરિયન ગોલ્ડ બોન્ડ્સનું દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 7 કરોડ હતું, જે વાર્ષિક ધોરણે 59 ટકાનો વધારો છે.

એનએસઇના ઇક્વિટી સેગમેન્ટમાં ઉપલબ્ધ ગવર્મેન્ટ સીક્યોરિટીઝમાં નોંધપાત્ર વૃદ્ધિ પણ જોવા મળી છે, જે ઓછા આધાર સાથે વોલ્યુમ ગયા મહિને દૈનિક સરેરાશ ટર્નઓવર રૂ. 3 કરોડને આંબી ગયું છે.

ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં તાજેતરમાં શરૂ થયેલી નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સ (ફિનનિફ્ટી) પર ડેરિવેટિવ્સમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ (નિફ્ટી) અને નિફ્ટી બેંક ઇન્ડેક્સ (બેંકનિફ્ટી) પર ડેરિવેટિવ્સની લાઇન્સ સાથે લિક્વિડિટીમાં સફળતાપૂર્વક વધારો જોવા મળ્યો છે.

એનએસઇ ટૂંક સમયમાં સેગમેન્ટ સબ્જેક્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ તરીકે શરૂઆત જોશે એવી અપેક્ષા છે, જે નિયમનકારક મંજૂરીઓને આધિન છે. આ ‘સોશિયલ એન્ટરપ્રાઇઝીસ’ ખાસ કરીને સેવાભાવી સંસ્થાઓને બહોળા વર્ગને તેમની કામગીરી દર્શાવવા તેમજ ઝીરો કૂપન ઝીરો પ્રિન્સિપલ બોન્ડ્સ જેવા માધ્યમો ઇશ્યૂ કરીને ફંડ ઊભું કરવા સક્ષમ બનાવશે, સહભાગીઓને સમાજોપયોગી કાર્યોમાં સહભાગી થવાની સુવિધા આપશે તથા સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં કાર્યદક્ષતા અને પારદર્શકતા લાવશે.

ડેરિવેટિવ્સ મોરચે એનએસઇ કરન્સી અને વ્યાજદરના સેગમેન્ટમાં તેમજ કોમોડિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં નવા ઉત્પાદનો પર કાર્યરત છે તેમજ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરશે, જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે.

ઇક્વિટી સેગમેન્ટમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ એનએસઇ પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ તમામ સીક્યોરિટીઝ T+1 આધારે સેટલ થશે. ઇક્વિટી સેગમેન્ટમાં સાઇઝ અને વિશાળ કામગીરીને ધ્યાનમાં રાખીએ તો આ ઉપલબ્ધિ મહત્વપૂર્ણ છે.

આ સીમાચિહ્નરૂપ પ્રસંગે એનએસઇના બિઝનેસ ડેવલપમેન્ટનાં હેડ શ્રી શ્રીરામ ક્રિષ્નને કહ્યું હતું કેઃ “હું આ પ્રસંગે ભારત સરકાર, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ટ્રેડિંગ મેમ્બર્સ, રોકાણકારો અને અન્ય તમામ હિતધારકોનો અમારામાં તેમનો વિશ્વાસ ફરી મૂકવા બદલ આભાર માનું છું.

ઇક્વિટી સેગમેન્ટમાં 3જુ સ્થાન મેળવવાની અને ડેરિવેટિવમાં સૌથી મોટા એક્સચેન્જની ઉપલબ્ધિ તમામ હિતધારકોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.

હું તમામ હિતધારકોને હંમેશની જેમ તેમના કિંમતી પ્રતિભાવ, સૂચનો અને માર્ગદર્શન સતત આપવા અને બજારના વિકાસની અમારી સફર જાળવવાની અપીલ કરું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.