Western Times News

Gujarati News

ગોધરામાં રૂા.૮૫ લાખથી વધુની વીજચોરી ઝડપાઈ

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એમજીવીસીએલની ૮૫ જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં ગોધરા શહેરના ૧૧ જેટલા વિસ્તારોમાં ૧૮૨૮ જેટલા કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૦૦ જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરીના કેસ મળી આવ્યા હતા જ્યારે ૮૫.૬૧ લાખ જેટલી વીજ ચોરી પકડી પાડી હતી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એમજીવીસીએલ ની ૬૫ ટીમો અને જીયુવીએનએલ ની ૨૧ ટીમો મળી કુલ ૮૫ જેટલી ટીમ તથા પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં ગોધરા શહેરના ૧૧ જેટલા વિસ્તારો જેવા કે જીએફ મિલ ફીટર નવા બજાર ફિટર ટાવર , ગોન્દ્રા,સિવિલ લાઇન્સ, લાલબાગ ફીટર નવા બજાર ગોધરા ,આઇપી કેમ્સ ગોધરા, રેલવે સ્ટેશન, શહેરા રોડ વગેરે જગ્યાએ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા

એમજીવીસીએલ વિભાગ અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત પોલીસ જવાનો જીયુવીએનએલ ની ટીમ એસઆરપી ગ્રુપની ટીમ વિડીયોગ્રાફી ,સહિત એક્સ આર્મી દ્વારા ૧૧ જેટલા વિસ્તારોમાં ૧૮૨૮ જેટલા વીજ કનેક્શનનો ચેક કર્યા હતા જેમાંથી ૧૦૦ જેટલા વીજ કનેક્શનમાં ચોરી મળી આવી હતી જ્યારે ૮૫.૬૧ લાખની વીજ ચોરી મળી હતી જ્યારે એમજીવીસીએલ અને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત ઓપરેશનમાં વીજ ચેકિંગ દરમિયાન અડચણરૂપ થયેલા બે ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.