Western Times News

Gujarati News

CCAvenue રિટેઈલ પેમેન્ટ્સ માટે CBDC લેણદેણ પ્રક્રિયા કરનારી ભારતની પ્રથમ પેમેન્ટ ગેટવે ખેલાડી બની

ઈન્ફીબીમ એવેન્યુઝ લિ.ની પેમેન્ટ બ્રાન્ડ CCAvenue ઓનલાઈન રિટેઈલ પેમેન્ટ્સ માટે સીબીડીસી લેણદેણ પ્રક્રિયા કરનારી ભારતની પ્રથમ પેમેન્ટ ગેટવે ખેલાડી બની

RBIનું  રૂ. 32 લાખ કરોડના રોકડ વ્યવહારોને ઓછા કરવાનું અને કરન્સી પ્રિન્ટિંગ જેવા રોકડ સાથે સંકળાયેલા ખર્ચને બચાવવા, નકલી કરન્સીની સમસ્યાઓ ઉકેલવા અને તે ફાટવાનું અને ખરાબ થવાનું વગેરે નિવારવાનું લક્ષ્ય

કંપની ઘણી બધી બેન્કો માટે સીબીડીસી લેણદેણની પ્રક્રિયા કરવા અને નવા વેપારીઓને તુરંત મંચ પર લેવા અને સક્રિય કરવા માટે સુસજ્જ છે.

સીસીએવેન્યુએ ભારતની અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્કમાંથી એક માટે સીબીડીસી લેણદેણની સુવિધા કરી આપી

ઈન્ફીબીમ એવેન્યુઝ લિ.ની ફ્લેગશિપ બ્રાન્ડ સીસીએવેન્યુ ઓનલાઈન રિટેઈલ વેપારીઓ માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) અથવા ડિજિટલ રૂપી લેણદેણોની પ્રક્રિયા કરનારી પેમેન્ટ ગેટવે ખેલાડીઓમાં પ્રથમ પેમેન્ટ ગેટવે ખેલાડી બની છે. Infibeam Avenues Ltd’s payment brand – CCAvenue becomes India’s FIRST payment gateway player to process CBDC transactions for online retail payments

ઉદ્યોગમાં પ્રથમ જ વાર સીસીએવેન્યુએ ભારતની ડિજિટલ પેમેન્ટ્સ ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે ભારતની એક અગ્રણી ખાનગી ક્ષેત્રની બેન્કમાંથી એકની સીબીડીસી લેણદેણ પ્રક્રિયા કરીને સીબીડીસી ઓનલાઈન લેણદેણનો માર્ગ મોકળો કરી દીધો છે.

ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)નું ડિજિટલ રૂપી રજૂ કરવાનું લક્ષ્ય સર્ક્યુલેશનમાંથી રૂ. 32 લાખ કરોડના રોકડ વ્યવહારોને ઓછા કરવાનું અને કરન્સી પ્રિન્ટિંગ જેવા રોકડ સાથે સંકળાયેલા ખર્ચને બચાવવા, નકલી કરન્સીની સમસ્યાઓ ઉકેલવા અને તે ફાટવાનું અને ખરાબ થવાનું વગેરે નિવારવાનું લક્ષ્ય છે.

“અમે વેપારીઓને સમૃદ્ધ અનુભવ આપવા સાથે સુરક્ષિત અને સંરક્ષિત પેમેન્ટ વાતાવરણ પૂરું પાડવા માટે  ઘણી બધી બેન્કોને અમારું વિશ્વ કક્ષાનું પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આપવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ઓનલાઈન રિટેઈલ પેમેન્ટ્સ માટે સીબીડીસી લેણદેણની પ્રક્રિયા હવે શરૂ કરી છે.

અમે સીબીડીસી આક્રમક રીતે રજૂ કરવા વધઝુ બેન્કિંગ ભાગીદારો સાથે અમારી ટેકનોલોજીનું આદાનપ્રદાન કરવા માટે તૈયાર છીએ. અમારી પાસે નવા વેપારીઓને તુરંત મંચ પર લેવા અને સક્રિય કરવા માટે જરૂરી પ્રક્રિયાઓ અને અભિમુખતા છે,” એમ ઈન્ફીબીમ એવેન્યુઝ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિશાલ મહેતાએ જણાવ્યું હતું.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા સીબીડીસી માટે રિટેઈલ પાઈલટ પ્રોજેક્ટમાં તબક્કાવાર સહભાગ માટે આઠ બેન્કોને ઓળખી કાઢવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ચાર બેન્કો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેન્ક, યેસ બેન્ક એને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક (IDFC first Bank) નો સમાવેશ થાય છે.

ઈન્ફીબીમ એવેન્યુઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વિશ્વાસ પટેલે જણાવ્યું હતું કે, “સીસીએવેન્યુ દેશમાં પ્રથમ ઓનલાઈન કાર્ડસની લેણદેણ હોય, પ્રથમ ઓનલાઈન રુપે ડેબિટ કાર્ડ લેણદેણ હોય, ભારત માટે મોબાઈલ પર પ્રથમ પિન-ઓન-ગ્લાસ સોલ્યુશન વગેરે સહિત વેપારોની બદલાતી જરૂરતોને પહોંચી વળવા માટે ઈનોવેટિવ પેમેન્ટ સોલ્યુશન્સ લાવવા પર હંમેશાં ભાર આપતી આવી છે.

આરબીઆઈના પૂર્વસક્રિય પગલાં અને અપવાદાત્મક નિયામક કાર્યરેખાએ દેશમાં પેમેન્ટ ઉદ્યોગમાં પરિવર્તન લાવી દીધું છે અને ભારતને પેમેન્ટ ઈનોવેશનમાં વૈશ્વિક આગેવાન બનાવી દીધો છે. સીબીડીસી મજબૂત, કાર્યક્ષમ, ભરોસાપાત્ર અને લીગલ ટેન્ડર આધારિત અસલ સમયનો પેમેન્ટ વિકલ્પ છે. આ વેપારીઓ માટે વિશાળ મહેસૂલી આવકની તકો ઊપજાવવા આરબીઆઈની અત્યંત સાનુકૂળ અને સુવિધાજનક પેમેન્ટ પદ્ધતિનો લાભ લેવાની દિશામાં અમારું પ્રથમ પગલું છે.”

ઈન્ફીબીમ એવેન્યુઝ લિમિટેડે તાજેતરમાં આરબીઆઈ પાસેથી પેમેન્ટ અગ્રેગેટર લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું, જે પછી આરબીઆઈ પાસેથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બીબીપીએસ) હેઠળ ભારત બિલ પેમેન્ટ ઓપરેટિંગ યુનિટ (બીબીપીઓયુ) તરીકે સંચાલન કરવા પર્પેચ્યુઅલ લાઈસન્સ મેળવ્યું હતું.

કંપનીએ ક્રાંતિકારી ટેપપે સોલ્યુશન સાથે દુનિયાના સૌથી અત્યાધુનિક ઓમ્ની- ચેનલ પેમેન્ટ મંચ સીસીએવેન્યુ મોબાઈલ એપ પણ લોન્ચ કર્યું છે. સીસીએવેન્યુ ટેપપે ભારતનું પ્રથમ પિન-ઓન-ગ્લાસ સોલ્યુશન છે, જે ડિજિટલ પેમેન્ટ્સનો સ્વીકાર વધારવા અને પ્રત્યક્ષ રોકડ પર અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઓછી કરવા માટે કંપનીના રાષ્ટ્રીય પ્રયાસોમાં મૂલ્યવાન આધાર પૂરો પાડે છે, જે સન્માનનીય વડા પ્રદાનના ડિજિટલ ઈન્ડિયા વિઝનને વધુ ગતિ આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.