Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રિયંકા ચોપરાએ પહેલીવાર બતાવ્યો માલતી મેરીનો ચહેરો

મુંબઈ, પ્રિયંકા ચોપરાએ ભલે હોલીવૂડની વાટ પકડી લીધી હોય પરંતુ ભારતીય ફેન્સ હંમેશા તેના સંબંધિત સમાચાર જાણવા આતુર હોય છે. જ્યારથી પ્રિયંકાએ તેની લાડલી માલતી મેરીને લઇને એનાઉન્સમેન્ટ કરી છે ત્યારથી ફેન્સ તેની લાડલીને જાેવા માંગતા હતા.

હવે આખરે પ્રિયંકાએ બધાને દીકરીનો ચહેરો દેખાડ્યો છે. સોમવારે નિક જાેનાસ અને તેના ભાઈઓને ‘હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર’ એવોર્ડ મળ્યો હતો. આ ફંક્શન દરમિયાન પ્રિયંકાએ પોતાની દીકરીનો બધા સાથે પરિચય કરાવ્યો. તાજેતરમાં, જ્યારે પ્રિયંકા ચોપરાએ માલતીના પહેલા બર્થ ડે પર કેટલાક ફોટા શેર કર્યા હતા, ત્યારે બધા ઇચ્છતા હતા કે તે પુત્રીનો ફોટો બતાવે. માલતીનો ચહેરો જાેવા માટે સૌકોઇ એક્સાઇટેડ હતા.

આવી સ્થિતિમાં સોમવારે માલતીની પહેલી પબ્લિક અપિયરન્સ હતી. આ દરમિયાન, માલતીએ ક્રીમ સ્વેટર અને વ્હાઇટ ટોપ સાથે મેચિંગ શોર્ટ્‌સ પહેર્યા હતા. માલતીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પપ્પા નિકની ઝલક ઃ જ્યારથી માલતીના ફોટા સામે આવ્યા છે, યૂઝર્સ માને છે કે માલતી તેના પિતા નિક જાેનાસ જેવી લાગે છે. પ્રિયંકા ચોપરાએ હોલીવુડ વોક ઓફ ફેમ સ્ટાર ફંક્શન દરમિયાનનો એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં નિક દીકરી માલતીનું નામ લઈને ખુશી વ્યક્ત કરતો જાેવા મળે છે. માલતીને ખોળામાં લઈને પ્રિયંકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસે ૧ અને ૨ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, જે પછી ગયા વર્ષે સરોગસી દ્વારા પુત્રીના જન્મના સમાચાર ફેન્સ સાથે શેર કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં એક ફેશન મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે સરોગસીના ર્નિણયને લઈને ફેન્સની સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers