Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બોલિવુડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રૂઝ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મુંબઈ, બોલિવુડની ખૂબસૂરત અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં ઈલિયાના ડિક્રૂઝનું નામ ચોક્કસથી આવે. બર્ફી ફિલ્મમાં ઈલિયાનાની એક્ટિંગને આજે પણ વખાણવામાં આવે છે. ઈલિયાને ઓછી હિન્દી ફિલ્મો કરી છે પરંતુ તેનું કામ દરેક ફિલ્મમાં વખણાયું છે.

ઈલિયાના હિન્દી ઉપરાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પણ જાણીતું નામ છે. છેલ્લે તે હિન્દી ફિલ્મ બિગ બુલમાં જાેવા મળી હતી. થોડા દિવસ પહેલા જ ઈલિયાના પોતાના અફેરને લઈને ચર્ચામાં હતી. હવે ફરી એકવાર પોતાના સ્વાસ્થ્યને લઈને ઈલિયાના સમાચારમાં આવી છે.

ઈલિયાનાએ બીજી એક તસવીર શેર કરી છે જેમાં તેણે પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. ઈલિયાનાએ લખ્યું, “જે લોકો મારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને મેસેજ કરી રહ્યા છે તેમનો હું આભાર માનું છું. હું ભાગ્યશાળી છું કે આટલો પ્રેમ મળી રહ્યો છે. તમને જણાવી દઉં કે મારી તબિયત હવે સારી છે, સમયસર મને સારી અને યોગ્ય મેડિકલ કેર મળી ગઈ હતી.”

ઈલિયાના કઈ બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ હતી તેનો ખુલાસો તો તેણે કર્યો નથી. પરંતુ થોડા વર્ષો પહેલા બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી પીડિત હોવાનું જણાવ્યું હતું. ૨૦૧૭માં ઈલિયાનાએ આ બીમારીથી પીડિત હોવાનું અને આત્મહત્યાના વિચારો આવતાં હોવાની વાત જણાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ એવી સમસ્યા છે જેમાં દર્દી પોતાના શરીરમાં ખામીઓ શોધે છે.

છેલ્લા થોડા મહિનાઓથી મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે ઈલિયાના ડિક્રૂઝ કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેટ મિશેલને ડેટ કરી રહી છે. કેટરિના અને તેના ફ્રેન્ડ્‌સ ગ્રુપમાં ઈલિયાના પણ સામેલ હોય છે. કેટલીયવાર ઈલિયાના સેબેસ્ટિન સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જાેવા મળી છે. આ પહેલા ઈલિયાના ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યૂ નીબોનના પ્રેમમાં હતી. પરંતુ ૨૦૨૦માં તેમનું બ્રેકઅપ થયું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers