Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કિંગ ખાને પોતાની ફિલ્મ પઠાણનું પ્રમોશન ક્યાંય પણ નથી કર્યું

મુંબઈ, શાહરુખ ખાન, જૉન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સારું કલેક્શન કરી રહી છે.

ફિલ્મે અત્યાર સુધી અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. માત્ર ચાર જ દિવસમાં ફિલ્મે વર્લ્ડવાઈડ ૪૨૯ કરોડ રુપિયા કમાણી કરી છે. પરંતુ અહીં રસપ્રદ બાબત એ છે કે, આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરવામાં આવતી હતી અને ઉપરથી ટીમે ફિલ્મને પ્રમોટ પણ નથી કરી, તેમ છતાં ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.

ફિલ્મનું ટ્રેલર અને બેશરમ રંગ ગીત રીલિઝ થયું ત્યારથી જ લોકો તેને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા હતા. દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનને ધમકી પણ આપવામાં આવી. સોશિયલ મીડિયા પર પણ સતત ફિલ્મના બહિષ્કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો.

સામાન્યપણે જ્યારે ફિલ્મ આ પ્રકારે વિવાદમાં ઘેરાયેલી હોય તો ટીમ તેનું પૂરજાેશમાં પ્રમોશન કરે છે. પરંતુ શાહરુખ ખાન સહિત પઠાણની ટીમે કોઈ પણ રિયાલિટી શૉ, પબ્લિક ઈવેન્ટ કે પ્લેટફોર્મની મદદ ફિલ્મને પ્રમોટ કરવા માટે નથી લીધી.

શાહરુખ ખાન પાછલા થોડા સમયથી પોતાના ટિ્‌વટર અકાઉન્ટ પર #Pathaan સેશનનું આયોજન કરે છે જેમાં ૧૦-૧૫ મિનિટ સુધી ફેન્સની ટિ્‌વટનો જવાબ આપે છે. શાહરુખ ખાનના મજાકિયા અંદાજને લોકો ખૂબ પસંદ કરે છે.

કિંગ ખાન પોતાના ફેન્સને એવા જવાબ આપે છે કે લોકો વખાણ કરતા નથી થાકતા. તાજેતરમાં આવા જ એક સેશન દરમિયાન યુઝરે પૂછ્યું કે, કોઈ પણ પ્રમોશન વિના અથવા પ્રી-રીલિઝ ઈન્ટર્વ્યુ વિના પણ પઠાણ ફિલ્મ ગર્જના કરી રહી છે.

શાહરુખ ખાને આ ટિ્‌વટના જવાબમાં લખ્યું કે, મેં વિચાર્યું કે સિંહ ઈન્ટર્વ્યુ નથી આપતા તો આ વખતે હું પણ નહીં કરુ. બસ જંગલમાં આવીને જાેઈ લો. ઈંઁટ્ઠંરટ્ઠટ્ઠહ શાહરુખ ખાનનો આ જવાબ પણ ટિ્‌વટર પર છવાઈ ગયો. શાહરુખના સેન્સ ઓફ હ્યુમરના આમ પણ વખાણ થતા હોય છે.

પઠાણ ફિલ્મની વાત કરીએ તો સિદ્ધાર્થ આનંદના ડાઈરેક્શનમાં બનેલી ફિલ્મ દેશભરમાં ૫૫૦૦ સ્ક્રીન્સ પર રીલિઝ કરવામાં આવી છે. ૨૫૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર ૫૫ કરોડની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. ફિલ્મે ચાર દિવસમાં વિદેશમાં ૧૬૪ કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. જ્યારે દેશમાં ૨૬૫ રુપિયા કમાણી કરી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers