Western Times News

Gujarati News

વાતાવરણમાં પલટો આવતાં શરદી-તાવના કેસમાં વધારો

અમદાવાદ, શિયાળો એટલે બીમારીનું ઘર. શહેર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જબરદસ્ત ઠંડી પડી રહી છે.
આટલું ઓછું ન હોય તેમ બે દિવસ પડેલા કમોસમી વરસાદના કારણે તાપમાનનો પારો વધુ નીચે ગયો છે.

શિયાળામાં ઉધરસ, શરદી અને તાવ જેવી બીમારીનું પ્રમાણ વધી જતું હોય છે, આ વાયરલ ઈન્ફેક્શન સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ સુધી જ રહે છે અને જાે થોડું ધ્યાન રાખીએ તો આપમેળે ઠીક થઈ જવાય છે. જાે કે, આ શિયાળામાં અલગ સ્થિતિ જાેવા મળી રહી છે. કેટલાકને ઈન્ફેક્શનમાંથી સાજા થયા બાદ ફરીથી ઈન્ફેક્શન થયું હોય તેવા ઘણા કેસ શહેરના ફિઝિશિયનોએ જાેયા છે.

અમદાવાદ ફેમિલી ફિઝિશિયન અસોસિએશનના પ્રમુખ ડો. કમલેશ નાયકે જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆતમાં ઊંચું તાપમાન જાેવા મળ્યું હતું અને થોડા દિવસ બાદ ઠંડી વધી હતી. ‘ઠંડી બાદ આપણે ત્યાં વરસાદ આવ્યો અને ઠંડો પવન પણ ફૂંકાયો હતો.

જેને વાયરસ અને બેક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ ગણવામાં આવે છે. અમે જાેઈ રહ્યા છીએ કે, ઘણા દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને તેમને ફરીથી ચેપ લાગે છે’. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે ૧૫ જાન્યુઆરી બાદ બીમારીના કેસમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે સ્થિરતા જાેવા મળી રહી છે.

શહેરના ફિઝિશિયન ડો. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતું કે, વાયરલ બીમારી બાદ ઘણા દર્દીઓમાં સૂકી ઉધરસ જાેવા મળે છે. ‘તે મુખ્યત્વે વાયરલ બ્રોન્કાઈટિસ પછી દર્દીઓમાં બે-ત્રણ અઠવાડિયા સુધી રહે છે. શરૂઆતના તબક્કામાં એન્ટિવાયરલ ડ્રગ્સ મદદ કરી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું. જાે કે, ડોક્ટરોનું કહેવું છે કે, સ્વ-સારવાર ખાસ કરીને સ્ટેરોઈડ્‌સના દર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પુષ્કળ પ્રવાહી અને આરામ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે તેમજ ફરીથી ઈન્ફેક્શન થવાના જાેખમને પણ ઘટાડે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ફેડરેશન ઓફ ફેમિલિ ફિઝિશિયન અસોસિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી ડો. પ્રજ્ઞેશ વચ્છરાજાણીએ જણાવ્યું હતું કે, ગળામાં દુખાવો અને નાક વહેતું બંધ થવું જેવા લક્ષણો સાથે આ વર્ષે વાયરલ પેટર્ન બદલાઈ ગઈ છે. ‘કોરોનાના સમયથી એટલે કે ૨૦૨૦થી આવા ઈન્ફેક્શનના કેસ નોંધાયા નથી.

મોટાભાગના કેસમાં તો ભારે દવાની પણ જરૂર પડતી નથી’, તેમ તેમણે કહ્યું હતું. સાથે ઉમેર્યું હતું કે ‘આ વર્ષે સામાન્ય રીતે ઈન્ફેક્શન ભારે તાવ સાથે શરૂ થાય છે, જે ત્રણ-ચાર દિવસ રહે છે અને તેમાં નબળાઈ સહિતના ફ્લૂ જેવા લક્ષણો જાેવા મળે છે.

આ વર્ષે ઈન્ફ્કેશન એકદમ અલગ છે, જેમાં સતત સૂકી ઉધરસ અને શરદી અઠવાડિયા સુધી રહે છે. મારું માનવું છે કે, સીઝનમાં ફેરફાર થતાં ઈન્ફેક્શનનો પણ અંત આવશે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.