Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને જપ્ત કરાશે

લખનૌ, ઉત્તર પ્રદેશના નોઈડામાં જૂના વાહનોના ચાલકોએ સાવધાન રહેવું જાેઈએ. વાસ્તવમાં હવે વાહનવ્યવહાર વિભાગ આવા વાહનોને લઈને કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. ૧ ફેબ્રુઆરીથી, પરિવહન વિભાગ ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને જપ્ત કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. ૧ ફેબ્રુઆરીથી જાે આવા વાહનો રસ્તા પર દોડતા જાેવા મળશે તો તેને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવશે. આ માટે વિભાગ દ્વારા ૬ ટીમની રચના કરવામાં આવી છે.

નોઈડાની આરટીઓ ઓફિસે ૧ લાખ ૧૯ હજારથી વધુ પેટ્રોલ અને ડીઝલ કારને નોટિસ મોકલી છે જેનું રજિસ્ટ્રેશન ગયા વર્ષે રદ કરવામાં આવ્યું હતું. આ કારમાં ડીએમ ઓફિસ, પોલીસ કમિશનરેટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ટ્રેડ ટેક્સ કમિશનર, પરિવાર કલ્યાણ વિભાગ અને મોનિટરિંગ મેડિકલ ઓફિસરની ૨૩ કારનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે જૂના વાહનોના નિકાલ માટે સ્ક્રેપેજ પોલિસી બહાર પાડી હતી. સરકારની નીતિ પ્રત્યે જનતાએ ઉદાસીન પ્રતિભાવ દર્શાવ્યા બાદ આ નોટિસ મોકલવામાં આવી હતી યુપી ૧૬ ઢ નંબરથી શરૂ થતી કાર ૧૫ વર્ષથી વધુ જૂની છે. તેમને નિશાન બનાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે દ્ગય્‌ના આદેશ બાદ ગૌતમ બુદ્ધ નગરમાં પરિવહન વિભાગે ૧૫ વર્ષ જૂના ૧ લાખ ૧૯ હજાર વાહનોનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. હવે નોઈડામાં આવા વાહનો જાેતા જ તેમને જપ્ત કરવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ૧૫ વર્ષથી જૂના તમામ વાહનોને ૨ મહિના અગાઉ નોટિસ આપવામાં આવી છે. આવા વાહન માલિકોને સ્ક્રેપ પોલિસી હેઠળ અથવા વાહનને અન્ય જિલ્લામાં લઈ જવા માટે વાહનવ્યવહાર વિભાગ પાસેથી એનઓસી લેવાથી મુક્તિ આપવામાં આવે છે. આવા વાહન માલિકોએ સ્ક્રેપ પોલિસી કે એનઓસી અંગે અપેક્ષિત રસ દાખવ્યો ન હોવાથી ખાસ ઝુંબેશ શરૂ કરવાનો ર્નિણય લેવાયો છે.HS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers