Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગાંધીનગર ખાતે 3જી ફેબ્રુઆરીએ શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ યોજાશે

શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને સન્માનિત કરશે

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિશ્વકર્મા જયંતિના દિવસે શ્રમયોગીઓનું સન્માન કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે તા. 3 ફેબ્રુઆરી 2023ના રોજ શ્રમ પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ શ્રમયોગીઓની વિશિષ્ટ કામગીરીને સન્માનિત કરશે તેમ ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજયનાં ઔદ્યોગિક એકમોમાં સંકટ સમયની આત્મસૂઝ, ઉત્પાદન- ઉત્પાદકતા વધારવા, ઔદ્યોગિક શાંતિ જાળવવા અને કામદાર કલ્યાણ ક્ષેત્રે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન વિશિષ્ટ કરેલી કામગીરી માટે શ્રમયોગીઓને શ્રમ પારિતોષકોનું વિતરણ કરવામાં આવશે.

આ સમારોહમાં શ્રમયોગીઓ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ કામગીરીને રોકડ પુરસ્કાર, સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવશ્રી ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers