Western Times News

Gujarati News

દવાખાનામાં શરદી-તાવથી પીડાતા દર્દીઓની લાંબી લાઈનો લાગી

પ્રતિકાત્મક

છેલ્લા બે સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના હજારો દર્દી નોધાયા

અમદાવાદ, શહેરમાં કડકડતી ઠંડી ધુમ્મસ અને ભેજવાળા વાતાવવરણ વચ્ચે રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં તાવ-શરદી અને ઉધરસના હજારો દર્દી નોધાયા છે. ખાનગી દવાખાનામાં પણ દર્દીઓની લાંબી કતારો જાેવા મળી રહી છે.

મિશ્ર ઋતુ અને ઠંડીના કારણે લોકોનો રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થવાની સંભાવવના છે. શીત લહેરને કારણે શરદી-ઉધરસ અને તાવની સાથે સાથે ઝાડા ઉલટીનું પ્રમાણ પણ વધ્યું છે.

અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહયા છે. વાઈરલ ઈન્ફેકશનમાં કેસમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ કેસમાં ઉછાળો જાેવા મળી રહયો છે. તો શરદી, ઉધરસ, તાવ અને ઉલટીના કેસ સામે આવી રહયાછે. જેના કારણે સિવીલ હોસ્પિટલમાં દર્દીની સંખ્યા પણ વધી છે. એક સાથે મોટી સંખ્યામાં દર્દીને આવતા સીવીલમાં લાંબી લાઈન જાેવા મળે છે.

છેલ્લા ચાર દિવસ દરમ્યાયન ભેજ તેમજ વરસાદી વાતાવરણની લોકોનાં આરોગ્ય પર વધારે અસર પડી છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી તેમજ ખાનગી દવાખાનામાં બમણાંથી વધુ ઓપીડી આવી હતી. જેમાં વાઈરલ ઈન્ફેકશન સાથે સાથે શરદી, ઉધરસના રોગમાં લોકો બીમારીમાં સપડાઈ રહયા છે.

જીલ્લામાં ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણની પરીસ્થિતી, તેમજ કયાંક કયાંક પાણી ભરાવાની સામે મચ્છર સહીતના જીવ જંતુઓને ઉપદ્રવ દીવસે દીવસે વધી રહયો છે. જેના કારણે તાવ, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ મલેરીયા સહીતના કેસ ધ્યાને આવ્યા છે. બાળકોથી લઈને મોટી ઉમરના લોકો પણ શરદી, ઉધરસની ઝપટે ચડી ગયા છે.

માવઠું થયા બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકાથી ઉપર ગયું છે. જેના કારણે અસ્થમાના દર્દીની હાલત પણ કફોડી બની છે. સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. એક જ પરીવારમાં જાે કોઈ એકને ડેન્ગ્યુ કે મેલેરીયા કે પછી વાઈરલ ઈન્ફેકશન થયું હોય તો પરીવારના અન્ય લોકોને પણ તેના ચેપ લાગી રહયો છે.

કારણ કે ડેન્ગ્યુ ચેપવાળું એક મચ્છર જયારે ઈંડા મુકે અને તેમાંથી જાે માદા મચ્છર જન્મે તો તે પણ ડેન્ગ્યુ થાય છે. જેના કારણે ડેન્ગ્યુના કેસમાં સતત વધારો નોધાઈ રહયો છે. મેઘરાજાની એન્ટ્રીની પગલે જ ભેજવાળો વાતાવરણમાં ઠેરઠેર બીમારીના ઘર જાેવા મળી રહયાં છે. ગળામાં સોજા સાથે દુખાવો થવો, શરદી, ખાંસીની ફરીયાદ વધુ જાેવા મળી રહી છે. બાળકોમાં પણ વાઈરલ ફિવરની અસર વધુ વર્તાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.