Western Times News

Gujarati News

બે દિવસ ઠંડો પવન ફૂંકાશે પણ માવઠાની શક્યતા નહીંવત

અમદાવાદ, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગયા શનિવારથી સોમવાર દરમિયાન ગુજરાતના વાતાવરણમાં જબરજસ્ત પલટો આવ્યો હતો. જે બાદ રાજ્યના અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ ભારે ધુમ્મસ જાેવા મળ્યું હતું. આ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જાેવા મળ્યો હતો.

ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં બે દિવસ સુધી ઠંડા પવન ફૂંકાશે પણ પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકુ રહેશે. સાથે જ ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા છે. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડે એવી શક્યતા છે. જે બાદ રાજ્યના લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થશે.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસોમાં માવઠાની શક્યતા નહીંવત હોવાથી ખેડૂતોને તેનો માર સહન નહીં કરવો પડે.

પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. આ સિવાય પહેલી ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવવાનું શરુ થશે અને એના કારણે કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થશે. આ બે દિવસ દરમિયાન ૧૦-૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતાઓ રહેલી છે.

જે બાદ આગામી બે દિવસ દરમિયાન ઠંડીનું જાેર વધી શકે છે અને કાતિલ ઠંડી પડી શકે છે. ઠંડો પવન ફૂંકાવવાના કારણે તાપમાનનો પારો ૨-૩ ડિગ્રી સુધી ઘટી શકે છે. જાે કે, રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૪ ડિગ્રી નોંધાયો હતો. જેના કારણે રાજ્યના લોકોએ વહેલી સવારે ફુલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. અમદાવાદમાં ૧૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. મહત્વનું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. શનિવારના રોજ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જાેવા મળ્યો હતો. સોમવાર સુધી વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.

જે બાદ રાજ્યના અનેક વિસ્તારમાં દિવસભર ભારે ધુમ્મસ જાેવા મળ્યું હતું. રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે ધુમ્મસના કારણે ઝીરી વિઝીબીલીટી પણ જાેવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.