ગુજરાત યુનિવર્સીટી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
અમદાવાદ, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત અને ગુજરાત યુનિવર્સીટી દ્વારા સંચાલિત જન શિક્ષણ સંસ્થાન દ્વારા તા.૨૬.૦૧.૨૩ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે ગુજરાત યુનિવર્સીટી ખાતે ૩૦૦ તાલીમાર્થી કિશોરીઓ દ્વારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા ગુજરાત યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. હિમાંશુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. જેમાં એચ.કે. પ્રોફેશનલ સેન્ટરના ડાયરેક્ટર ડો. જગદીશ ભાવસાર, નામાંકિત લેખિકા સ્મિતાબેન ધ્રુવ, મહિલા ઉદ્યોગપતિ ખ્તષ્ઠષ્ઠૈ ના પૂર્વ ચેરપર્સન શ્રીમતી નયનાબેન પટેલ, ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન ના કુસુમબેન કૌલ વ્યાસ તથા જે.એસ.એસ. ના ડાયરેક્ટર સુશ્રી હેમલતાબેન ભૂતા તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં “સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત “ ની થીમ ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં બહેનો દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તથા “ ભારતની સ્વાતંત્ર્ય સંગ્રામ ની વીરાંગનાઓ” વિષય ઉપર એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તથા તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્નજીજી દ્વારા ચાલતા વિવિધ કેન્દ્રોની તાલીમાર્થી બહેનો દ્વારા રાષ્ટ્રભક્તિ ગીતના સમૂહગાન નું આયોજન આવ્યું હતું.