Western Times News

Gujarati News

બેરલમાં લાકડાના ભૂંસા નીચે સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો

પ્રતિકાત્મક

ભાવનગર, ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે જૂનાબંદર રોડપર આવેલી એક ટ્રાન્સપોર્ટની ઓફીસમાથી ચંદીગઢથી પાર્સલોની આડમાં સંતાડેલો પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ સી-ડીવીઝન પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ટ્રાન્સપોર્ટમાં સામાનની આડમાં પરપ્રાંતમાથી વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવે છે.

જૂનાબંદર રોડપર આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સામાનની આડમાં ચંદીગઢથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે જે હકીકત આધારે ટીમે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં રેડ કરી અલગ-અલગ બેરલમાં લાકડાના ભૂંસા નિચે સંતાડલામાં આવેલી દારૂની નાની-મોટી બોટલો સાથે બેરલ સહિત કુલ રૂ.૧,૦૪,૫૨૦ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યે હતો. તેમજ વધુ તપાસ હાથ ધરતાં શહેરના કોઈ બુટલેગરે પાર્સલ એડ્રસમાં મોબાઈલ નંબર લખાવી આ શરાબનો જથ્થો ચિત્રા જીઆઈડીસીમાં મોકલવાની ભલામણ ટ્રાન્સપોર્ટ ઓફીસ ધારકોને કરી હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે બુટલેગરના મોબાઈલ નંબર આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.